When will the India-Pakistan cricket series be played, say, pcb chief
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સિરીઝ, PCBના વડા રમીઝ રાજાએ આપ્યો જવાબ

ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સિરીઝ, PCBના વડા રમીઝ રાજાએ આપ્યો જવાબ

 | 11:02 pm IST
  • Share

ભારત અને પાકિસ્તાનની મેચની રાહ દરેક ક્રિકેટપ્રેમી જોતો હોય છે. કારણે ભારત-પાકિસ્તાનની મેચનો રોમાંચ કંઈક અલગ જ હોય છે. એટલે જ તો દરેક ક્રિકેટપ્રેમી પુછતા હોય છે તે કે ક્યારે આ બન્ને ટીમો મેદાનમાં રમતી જોવા મળશે. આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ના નવ નિયુક્ત અધ્યક્ષ રમીઝ રાજાએ સોમવારે કહ્યું કે, ભારત સાથે દ્વિપક્ષીય શ્રેણી ફરી શરૂ કરવી અશક્ય છે અને તેમને કોઈ ઉતાવળ નથી કારણ કે તેમનું ધ્યાન માત્ર દેશની સ્થાનિક ક્રિકેટ સંરચના પર છે. 59 વર્ષીય ભૂતપૂર્વ કેપ્ટન સર્વસંમતિથી ચેરમેન તરીકે ચૂંટાયા હતા. તેમણે સોમવારે ઔપચારિક રીતે ચાર્જ સંભાળ્યો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રમીઝે સ્વીકાર્યું કે PCB ના ચેરમેનનું પદ ક્રિકેટમાં સૌથી મુશ્કેલ ભૂમિકાઓમાંથી એક છે. તેમણે એક પત્રકાર પરિષદમાં કહ્યું, આ એક મોટો પડકાર છે અને વડાપ્રધાને (ઇમરાન ખાને) મને આ જવાબદારી સોંપતા પહેલા તમામ પાસાઓ પર વિચાર કર્યો હતો.

જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી ફરી શરૂ થવાની સંભાવના વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે રમીઝે કહ્યું, અત્યારે તે અશક્ય છે કારણ કે રાજકારણથી રમતગમત પર ખરાબ અસર થઈ છે અને હાલ યથાવત્ સ્થિતિ છે. અમે આ બાબતમાં ઉતાવળમાં પણ નથી કારણ કે અમારે અમારા ઘરેલુ અને સ્થાનિક ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

રમીઝે કહ્યું, DRS નો આ મુદ્દો બતાવે છે કે ક્યાંક કંઈક ખોટું છે અને હું તેની તપાસ કરીશ. રમીઝને તેની સાથે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં દૂબઈ ખાતે 24 ઓક્ટોબરે યોજાનાર મેચ વિશે પણ પુછવામાં આવ્યું. તેમણે કહ્યું કે, જ્યારે હું પાકિસ્તાની ટીમના ખેલાડીઓને મળ્યો ત્યારે મેં તેમને કહ્યું કે આ વખતે સમીકરણ બદલવું જોઈએ અને ટીમ આ મેચ માટે 100 ટકા તૈયાર હોવી જોઈએ અને તેણે તેમાં સારું પ્રદર્શન કરવું જોઈએ.

પીસીબીના વડાએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે રાષ્ટ્રીય ક્રિકેટર કોઈપણ ખચકાટ વગર ક્રિકેટ રમે. આપણે સમસ્યાઓનો સામનો કરવા અને મેચ હારવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. મેં ખેલાડીઓને કહ્યું કે તેઓ ટીમમાં તેમના સ્થાનની ચિંતા ન કરે અને નિર્ભયતાથી રમે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન