કંડલા પોર્ટ હેન્ડલિંગની સિદ્ધિ અભિનંદનને પાત્ર પણ, કામદારોની કદર ક્યારે કરાશે? - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • કંડલા પોર્ટ હેન્ડલિંગની સિદ્ધિ અભિનંદનને પાત્ર પણ, કામદારોની કદર ક્યારે કરાશે?

કંડલા પોર્ટ હેન્ડલિંગની સિદ્ધિ અભિનંદનને પાત્ર પણ, કામદારોની કદર ક્યારે કરાશે?

 | 2:00 am IST

દેશના મહાબંદરગાહ કંડલા બંદરેથી ૧૨૨.૫૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું તાજેતરમાં હેન્ડલિંગ કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ આવકારદાયક છે અને તેના માટે અધિકારીઓની રાબેતા મુજબ પીઠ થાબડવામાં આવશે અને પોર્ટ યુઝર્સનું સન્માન કરવામાં આવશે, પણ ૩૬૫ દિવસ સતત કામ કરતા કામદારોની કોઈ કદર કરાતી ન હોવાની નારાજગી કામદાર નેતા મનોહર બેલાણી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી કામદારોને એવોર્ડ આપવાની માગણી છે, પણ તેના તરફે પણ ધ્યાન ન અપાતું હોવાનું જણાવાયું હતું. તો પોર્ટ સત્તાધીશો પોર્ટની કામગીરી આઉટર્સોિંસગથી કરાવવા ખાનગી પાર્ટીઓને સુપરત કરવામાં રચ્યા પચ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કસ એસોસિયેશનના મહામંત્રી અને કામદાર આગેવાન મનોહર બેલાણીને ૧૨૨.૫૦ એમએમટી કાર્ગો હેન્ડલિંગની સિદ્ધિને બિરદાવી છે, પણ તેમણે એવી સ્પષ્ટ ટીકા દુઃખ સાથે સવાલ ઉઠાવ્યો છે કે, આ સિદ્ધિ પાછળ કામદારોને શું મળે છેે. અધિકારીઓ પોતાની પીઠ થપથપાવશે. જ્યારે બંદરના વપરાશકારો કે જેઓ લાખો કરોડોના કામોનો વ્યવહાર કરે છે તેમને સન્માન મળે છે. સિતારા હોટેલમાં મહાનુભાવોના હસ્તે એવોર્ડ પણ અપાશે. પણ બીચારા કામદારોનું શું ? જેઓ આ બધું જોતા જ રહી જાય છે.

છેલ્લા કેટલાક સમયથી કામદાર સંગઠનની માગણી છે કે, આવી સિદ્ધિ બદલ કામદારોનું પણ પ્રતીક ચિહન આપીને કદર કરવી જોઈએ. જે કામદારો વિશેષ કામગીરી કરતા હોય અને ર્કીિતમાન તય કરે તેમને એવોર્ડ આપવા જોઈએ. પણ પોર્ટ પ્રશાસને જાણે આંખ બંધ કરી નાખી હોય તેમ છે. આવતા વર્ષે આનાથી પણ સારું હેન્ડલિંગ થાય અને કંડલા પ્રથમ રહે પણ કામદારો વિશે વિચારવામાં આવે તેવી અપેક્ષા પણ મનોહરભાઈએ વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન