when-will-you-come-to-know-your-date-of-birthwhen-will-you-come-to-know
  • Home
  • Astrology
  • જન્મ તારીખથી જાણો ક્યારે આવશે તમારો શુભ સમય

જન્મ તારીખથી જાણો ક્યારે આવશે તમારો શુભ સમય

 | 11:35 pm IST

આપણા બધાનાં જીવનકાળ દરમિયાન એવો સમય આવતો હોય છે જે સમયે તમે કોઈ પણ કામમાં સરળતાથી સફળ થઈ જાઓ છો. તે સમયે ભાગ્ય આપણો સાથ આપે છે જેનાથી આપણો કરિયર ટોચ પર હોય છે. પરંતુ જીવનકાળમાં ક્યારે તમારો શુભ સમય શરૂ થશે તે વિશે કોઈ નથી જાણતું તેની જાણકારી આંકળાઓની મદદથી મેળવી શકાય છે.

જ્યોતિષશાસ્ત્રમાં ભાગ્યોદયના સમયને જાણવા માટે આંકળાઓના આધારે જાણી શકાય છે. તે માટે જન્મ તિથિ દ્વારા પોતાના જીવન વિશે ઘણીબધી વાતો જાણી શકીએ છીએ.

જો કોઈ વ્યક્તિ 1 થી 9 ની વચ્ચે જન્મે છે તો આ સંખ્યા તેનો મૂળ ક્રમાંક હોય છે. તેમજ જેમની જન્મની તારીખ 10 અને 31 ની વચ્ચે હોય, તો બંને અંકોનો જોડીને પોતાનો ક્રમાંક જાણી શકાય છે. જો તમારી જન્મ તારીખ 15 છે તો 1 + 5 = 6 એટલે કે તમારો ક્રમાંક 6 હશે.

1 થી 9 ના ક્રમાંક દ્વારા જાણો તમારો શુભ સમય

1 ક્રમાંક- 22મું વર્ષ

2 ક્રમાંક- 24મું વર્ષ

3 ક્રમાંક- 32મું વર્ષ

4 ક્રમાંક- 36 અને 42મું વર્ષ

5 ક્રમાંક- 32મું વર્ષ

6 ક્રમાંક- 25મું વર્ષ

7 ક્રમાંક- 38 અને 44મું વર્ષ

8 ક્રમાંક- 36 અને 42મું વર્ષ

9 ક્રમાંક- 28મું વર્ષ