when you forget a song then use this feature Google adds hum to search
  • Home
  • Featured
  • Google લાવ્યુ શાનદાર ફીચર, સીટી વગાડવાથી મળી જશે તમારૂ ભૂલાયેલ ગીત

Google લાવ્યુ શાનદાર ફીચર, સીટી વગાડવાથી મળી જશે તમારૂ ભૂલાયેલ ગીત

 | 2:30 pm IST

અચાનક રસ્તા પર જતા જતા કોઇ ગીત યાદ આવે પણ તમને તેના શબ્દો ન મળે તમે તેને વારંવાર ગુનગુનાઓ પણ શબ્દો યાદ જ ન આવે તમારી આ મુંઝવણને હવે Google દૂર કરશે.

Google તેના સર્ચ ટૂલમાં ખૂબ જ મજેદાર ફીચર એડ કર્યુ છે. જેની મદદથી તમે જે ગીતોને ભૂલી ગયા છો અને તમને યાદ નથી આવતા તે તમને Google યાદ કરાવશે. Google ના આ નવા ફીચરનું નામ ‘hum to search’ છે. આની સહાયથી તમે ગુનગુનાવીને અથવા સિટી વગાડીને ગીત શોધી શકો છો.

તમે Google મશીન લર્નિંગ દ્વારા એ ગીતને સરળતાથી શોધી શકશો.જો સર્ચ રિઝલ્ટ સાચુ નિકળ્યુ તો તમે તેને ટેપ કરી અને આખું ગીત સાંભળી શકો છો.

20થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ
Googleની આ સુવિધા iOS અને એન્ડ્રોઇડની Google એપમાં ઉપલબ્ધ કરાઈ છે. આ ગૂગલ આસિસ્ટન્ટ (Google Assistant) માટે પણ આપવામાં આવે છે. Google કહે છે કે આ સુવિધા આઇફોન પર ફક્ત અંગ્રેજી ભાષામાં જ છે, પરંતુ એન્ડ્રોઇડ પર 20થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. કંપનીના જણાવ્યા અનુસાર Google તેમાં વધુ ભાષાઓ ઉમેરવા પર કામ કરી રહ્યું છે.

આ સુવિધા કેવી રીતે કાર્ય કરશે
તમારે Google સર્ચ એન્જિન પર ‘What’s the song’ લખવું પડશે. અથવા Googleને પુછવાની જગ્યાએ એપ્લિકેશનમાં “Search a song” આ સુવિધાનો ઉપયોગ બટન દબાવીને પણ થઈ શકે છે. આ પછી, ફક્ત ગીત અથવા સીટી વગાડો. પછી તમને તમારી બાજુએ ગૂગલ પર આવતા મેચ ગીતને જોતા રહો જેના પર તમે તેને ટેપ કરીને સાંભળી શકશો.

Google કહે છે કે તેણે મશીન લર્નિંગ મોડલ બનાવ્યું છે જે આપણા હ્યુમિંગ, સીટી વગાડતાં અથવા ગીતને મૂળ મેલોડી સાથે મેચ કરે છે. તો તમે પણ આ નવા ફીચરનો ઉપયોગ કરી ભૂલાયેલા ગીતોને ફરી માણી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન