When you hear a heartfelt song, you know its loss
  • Home
  • Health & Fitness
  • બ્રેકઅપ બાદ જો તમે પણ ગમના ગીતો સાંભળતા હોય તો બંધ કરી દેજો, થઈ રહ્યું છે ભારે નુકસાન!

બ્રેકઅપ બાદ જો તમે પણ ગમના ગીતો સાંભળતા હોય તો બંધ કરી દેજો, થઈ રહ્યું છે ભારે નુકસાન!

 | 3:47 pm IST

ગ્રુપમાં બેસીને દુખદાયક સંગીત સાંભળવું અને દુખદ વાતો વિશે વાત કરવાથી લોકો વધુ દુખી થાય છે. એક નવા સંશોધનથી બહાર આવ્યું છે કે યુવાનોના ગ્રુપોમાં સંગીત અને સાંભળવાનું સામાન્ય વલણ હોય છે અને આ યુવા માટે સંગીત અને સામાજિક ચિંતાઓ બંનેનું સાપેક્ષ મહત્વ દર્શાવે છે.

ઓસ્ટ્રેલિયાના મિલ્પેરાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીના વતની સંશોધનકર્તા સાન્દ્રા ગેરિડોએ જણાવ્યું હતું કે, સંશોધનનો આ તારણ ઉદાસીન લોકો માટે સંગીતનો ઉપયોગ કરવા વિશેની મહત્વપૂર્ણ માહિતી આપે છે.

તેમણે કહ્યું, “સંવેદનશીલ વ્યક્તિઓ ગ્રુપમાં વિચાર કરીને નકારાત્મક પરિણામોનો સામનો કરી શકે છે. આ ઉપરાંત આવા લોકોની અંદર નકારાત્મક વિચારો અને લાગણીઓ વધી શકે છે.”

આ સંશોધનથી એ પણ બહાર આવ્યું છે કે પ્રેરણાદાયક અને આનંદદાયક સંગીત સાંભળીને જૂથમાં બેસીને લોકો સુખમય જીવન વિશે ચર્ચામાં શામેલ થતાં લોકોને સારું લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન