Whenever Kolkata reach the final and win, Chennai's troubles will increase
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • જ્યારે જ્યારે કોલકાતા ફાઈનલમાં પહોંચે છે એ જીતે જ છે, ચેન્નાઈની મુશ્કેલી વધશે

જ્યારે જ્યારે કોલકાતા ફાઈનલમાં પહોંચે છે એ જીતે જ છે, ચેન્નાઈની મુશ્કેલી વધશે

 | 8:44 am IST
  • Share

  • કોલકાતાએ રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું
  •  કોલકાતાની ટીમ IPL 2021ની ફાઇનલમાં ચેન્નાઈ સામે ટકરાશે
  • લકાતા નાઇટ રાઇડર્સે બે વખત ટાઇટલ જીત્યું 

કોલકાતા નાઇટ રાઇડર્સે બુધવારે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. આ સાથે કોલકાતાની ટીમ IPL 2021ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે 15 ઓક્ટોબરે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતાની ટીમો આ ખિતાબ જીતવા માટે એકબીજા સામે ટકરાશે. આઇપીએલના ઇતિહાસ પર નજર કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સે બે વખત ટાઇટલ જીત્યું છે. 2014, 2012માં કોલકાતા ચેમ્પિયન બન્યું હતું. ખાસ વાત એ છે કે જ્યારે પણ કોલકાતાની ટીમ ફાઇનલમાં પહોંચી છે ત્યારે તે સીધું જ ટાઇટલ જીતે છે.

IPLમાં કોલકાતાની સફર

  1. 2020- પાંચમું સ્થાન
  2. 2019- પાંચમું સ્થાન
  3. 2018- ક્વોલિફાયર 2
  4. 2017- ક્વોલિફાયર 2
  5. 2016- એલિમિનેટર
  6. 2015- 5મું સ્થાન
  7. 2014 – ચેમ્પિયન
  8. 2013 – 7મું સ્થાન
  9. 2012 – ચેમ્પિયન
  10. 2011- એલિમિનેટર
  11. 2010 – 6ઠ્ઠુ સ્થાન
  12. 2009 – 8મું સ્થાન
  13. 2008 – 6ઠ્ઠુ સ્થાન

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે તેના બેટ્સમેનોએ કમાલ કરી દીધી છે. ખાસ કરીને UAEમાં આયોજિત IPL 2021ના ​​બીજા ભાગમાં શુભમન ગિલ અને વેંકટેશ અય્યરની જોડીએ KKRને આગળ ધપાવ્યું. આ સિઝનમાં KKR માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં શુભમન ગિલ, વેંકટેશ અય્યર અને રાહુલ ત્રિપાઠીના નામ સામેલ છે. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ઈઓન મોર્ગને મેચ પૂરી થયા બાદ કહ્યું કે જ્યારે અમે ફાઈનલ સુધી પહોંચીએ ત્યારે અમે જીતીએ છીએ અને આ અમારો રેકોર્ડ જાળવી રાખવા માંગીએ છીએ. પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ એક શાનદાર ટીમ છે જેણે ઘણી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે અને જીત પણ મેળવી છે. આવી સ્થિતિમાં અમારી નજર 15 તારીખની મેચ પર છે અને અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો