Where and why is the festivals of Kumbh Melo
  • Home
  • Featured
  • ક્યાં-ક્યાં અને કેમ ભરાય છે કુંભનો મેળો, જરૂરથી ફરો આ 4 શહેર

ક્યાં-ક્યાં અને કેમ ભરાય છે કુંભનો મેળો, જરૂરથી ફરો આ 4 શહેર

 | 1:20 pm IST

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ કુંભ મેળો 15 જાન્યુઆરીએ મકરસંક્રાતિના શાહી સ્નાન બાદ શરૂ થઇ જશે. જોકે, ગ્રહ નક્ષત્રોની ગણના અનુસાર કુંભ મેળાનો યોગ 4 ફેબ્રુઆરી બનશે. પહેલા શાહી સ્નાન મકર સંક્રાંતિએ પ્રયાગરાજમાં થશે. કુંભને ન માત્ર ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ પ્રાપ્ત છે. પરંતુ યુનેસ્કોએ પણ વર્ષ 2017માં કુંભ મેળાને ગ્લોબલ ઇનટેંજિબલ કલ્ચર હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે યુનેસ્કો દ્વારા કુંભ મેળાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે માન્યતા આપવામાં આવી છે. એવામાં તમારે કુંભ મેળામાં ફરવાની તક ન ગુમાવવી જોઇએ.

જાણો કુંભ મેળા અંગે

કુંભ મેલો ત્રણ પ્રકારનો હો છે. અર્ધ કુંભ, કુંભ અને મહાકુંભ.. અર્ધ કુંભનું આયોજન દર 6 વર્ષમાં કરવામાં આવે છે અને કુંભનું આયોજન દર 12 વર્ષમાં થાય છે. જ્યારે મહાકુંભ આશરે 144 વર્ષમાં એક વખત થાય છે. કુંભનું આયોજન 12 વર્ષમાં એટલા માટે થાય છે કારણકે જ્યોતિષી દ્રષ્ટિકોણથી ગુરુ ગ્રહ એક રાશિમાં આશરે 1 વર્ષ રહે છે. એવામાં 12 વર્ષ પછી તે તેની રાશિમાં પહોંચે છે. આ વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.

ક્યાં-ક્યાં ભરાય છે કુંભનો મેળો

કુંભના મેળાનું આયોજન ભારતવર્ષમાં મુખ્ય રૂપથી 4 સ્થાન પર થાય છે. તેમા હરિદ્વારા, ઉજ્જૈન, પ્રયાગરાજ અને નાસિક શહેર સામેલ છે. આ સ્થાન પર એક-એક કરીને અર્ધકુંભનું આયોજન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્રયાગરાજમાં કુંભના આયોજનના 3 વર્ષ બાદ હરિદ્વારમાં કુંભનું આયોજન થશે તો તેના ત્રણ વર્ષ બાદ આગામી જગ્યાનો નંબર આવશે. આજ રીતે દર ત્રણ વર્ષ બાદ કુંભનું આયોજન થાય છે.

શુ છે કુંભનું પૌરાણિક મહત્વ?

ધાર્મિક આસ્થા છે કે સમુદ્ર મંથન દરમિયાન જ્યારે સમુદ્રમાંથી અમૃત કળશ નીકળ્યો તો દેવતાઓ અને અસૂરોની વચ્ચે આ અમૃતની મેળવવા માટે તણાવ થયો છે, આ વચ્ચે જે-જે સ્થાન પર અમૃત પડ્યું તે પવિત્ર સ્થાન પર કુંભના મેળાનું આયોજન કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન