USની લોકશાહીનું ચીર હરણ થઈ રહ્યું હતું ત્યારે મેલાનિયા શું કરતા હતાં? થયો સનસની ખુલાસો-PHOTOS

દુનિયાના સૌથી જુના લોકતંત્ર અમેરિકાને બંધક બનાવવાના પ્રયાસે દુનિયા આખીને હચમચાવી મુકી હતી. દુનિયાના અનેક રાષ્ટ્રાધ્યક્ષોએ અમેરિકી સંસદની ઈમારત કેપિટલ હિલમાં થયેલી હિંસાની ભારે ટીકા કરી હતી. સૌકોઈના મનમાં એક જ સવાલ છે કે, આ દરમિયાન અમેરિકાના ફર્સ્ટ લેડી (First Lady)મેલાનિયા ટ્રમ્પ ક્યાં હતાં અને તેઓ શું કરી રહ્યાં હતાં.
જ્યારે દુનિયાનું સૌથી જુની લોકશાહીની આબરૂના લિરે લિરા ઉડી રહ્યાં હતાં ત્યારે ટ્રમ્પ પરિવાર (Trump Family)ના કેટલાક સભ્યો પાર્ટી કરી રહ્યાં હતાં. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં ટ્રમ્પ પરિવારના કેટલાક સભ્યો ટીવી જોતા હતા તો કેટલાક ટીવીમાંના દ્રશ્યો જોઈને ડાંસ (Dance) કરી રહ્યાં હતાં પરંતુ તેમાં મેલાનિયા ટ્રમ્પ (Melania Trump) ક્યાંય નજરે પડ્યા નહોતા.
કેપિટલ હિલમાં ઘટેલી શરમજનક ઘટનાને લઈને ટ્રમ્પ પરિવારના કેટલાક સભ્યોની પ્રતિક્રિયા પણ સામે આવી હતી પરંતુ લોકો ફર્સ્ટ લેડીની પ્રતિક્રિયાનો આતુરતાપૂર્વક ઈંતેજાર કરી રહ્યાં હતાં. આખરે મેલાનિયા ટ્રમ્પના ભૂતપૂર્વ નજીકના સહયોગીએ ઘટનાક્રમ પર તેમના મૌનને લઈને ઝાટકણી કાઢી હતી. ફર્સ્ટ લેડીના જીંદગીના અનેક પહેલુઓને નજીકથી સમજનારી સ્ટેફની વિંસ્ટને વોશિંગ્ટ હિંસાને લોકતંત્રની હત્યા ગણાવી હતી.
મેલાનિયા ટ્રમ્પને લઈ થયો ખુલાસો
ડેઈલી બીસ્ટમાં લખતા મેલાનિયાની પૂર્વ સહયોગી વૂલકોફે જણાવ્યું હતું કે, જ્યારે અમેરિકાની સંસદની ઈમારત કેપિટલ હિલમાં તોડફોડ થઈ રહી હતી ત્યારે મેલાનિયા ટ્રમ્પ વ્હાઈટ હાઉસની ઈર્સ્ટ વિંગમાં એક ફોટો શૂટ જોઈ રહ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન