2019ના વર્લ્ડ કપમાં ધોનીએ રમવું જોઇએ કે નહી, સહેવાગે આપ્યો જવાબ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • 2019ના વર્લ્ડ કપમાં ધોનીએ રમવું જોઇએ કે નહી, સહેવાગે આપ્યો જવાબ

2019ના વર્લ્ડ કપમાં ધોનીએ રમવું જોઇએ કે નહી, સહેવાગે આપ્યો જવાબ

 | 2:31 pm IST

2019ના વર્લ્ડ કપ માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. વર્લ્ડ કપની શરૂઆત માટે માત્ર કેટલાક મહિનાઓ જ બાકી છે અને આવામાં ટીમ ઇન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીની ભૂમિકાને લઇ ચર્ચાઓ પણ ગરમ થઇ ગઇ છે. 2019 વર્લ્ડ કપમાં ઋષભ પંત પર દાંવ લગાવવામાં આવે કે મહેન્દ્ર સિંહ ધોનીને કાયમ રાખવામાં આવે, આ વિષે વિરેન્દ્ર સહેવાગે પોતાનું સૂચન આપ્યું છે.

પૂર્વ ભારતીય સલામી બેટ્સમેન સહેવાગે ધોની ધોનીના 2019માં થનાર વર્લ્ડ કપ સુધી ભારતીય વન ડે ટીમનો ભાગ બની રહેવા માટે સમર્થન આપ્યુ છે. સહેવાગે કહ્યું,’જોકે ધોની આવનારા વર્લ્ડ કપની ફાઇનલ સુધી 38 વર્ષનો થઇ જશે પરંતુ તેમનું વન ડે કરિયર સારૂ રહ્યું છે. જેમા તેમના નેતૃત્વમાં ભારતીય ટીમનો 2011માં વર્લ્ડ કપ જીતી ચેમ્પિયન બનવું પણ સામેલ છે.’

નોંધનિય છે કે, ઇંગ્લેન્ડમાં હાલમાં જ રમવામાં આવેલી વન ડે સિરીઝ દરમિયાન ધોનીના પ્રદર્શનને લઇ તેમની ખુબ જ આલોચના થઇ હતી. ટીમ મેનેજમેન્ટ તરફથી એ વાતના કોઇ સંકેત નથી મળ્યા કે, ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ઓવલ ટેસ્ટમાં સદી ફટકારનાર યુવા વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતને ધોનીના સ્થાને વન ડે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

ધોનીના પૂર્વ સાથી ખેલાડી સહેવાગનું માનવું છે કે, પૂર્વ કેપ્ટન ધોનીનું આવનારા વર્લ્ડ કપ સુધી ટીમમાં બની રહેવું ખુબ જ જરૂરી છે. સહેવાગે કહ્યું,’મારી અંગત સલાહ પ્રમાણે એમ એસ ધોનીએ વર્લ્ડ કપ 2019 સુધી ટીમનો ભાગ બની રહેવું જોઇએ’. સહેવાગે કહ્યું,’જો તમે ઋષભને અત્યારથી જ રમાડવાનું શરૂ કરો છો તો પણ તે વર્લ્ડ કપ સુધી 15-16 વન ડે મેચ જ રમી શક્શો, જે ધોનીની તુલનામાં ખુબ જ ઓછી છે, જે 300થી પણ વધુ મેચ રમ્યો છે. હું ઇચ્છુ છું કે, ધોની જ વર્લ્ડ કપ રમે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન