Whether Hardik Pandya will bowl in T20 World Cup or not
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપમાં હાર્દિક બોલિંગ કરશે કે નહીં? રોહિત શર્માએ કર્યો ખુલાસો

ટી-20 વર્લ્ડકપમાં હાર્દિક બોલિંગ કરશે કે નહીં? રોહિત શર્માએ કર્યો ખુલાસો

 | 3:26 pm IST
  • Share

  • ટી-20 વર્લ્ડકપ પહેલા હાર્દિક પંડ્યાની ફિટનેસ
  • હાર્દિક આગામી અઠવાડિયાથી બોલિંગ કરશે
  • દરેક મેચમાં હાર્દિકની ફિટનેસનું આંકલન

ભારતીય પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માને વિશ્વાસ હતો કે, ટીમ ઇન્ડિયાનો ખતરનાક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021માં બોલિંગ કરશે પરંતુ એવું થયુ નહીં અને હવે ટીમ ઇન્ડિયાના ઉપ કેપ્ટન રોહિત શર્માએ આશા વ્યક્ત કરી છે કે, આ ખેલાડી ટી-20 વિશ્વકપ પહેલા આગામી અઠવાડિયાથી બોલિંગ કરવાનું શરૂ કરી દેશે.

પંડ્યાને આઇપીએલના બીજા ચરણમાં પાંચ મેચ રમી હતી, જેમા તેણે કોઇ વિશેષ સફળતા મળી નહીં. પસંદગી સમિતિના અધ્યક્ષની સાર્વજનિક ઘોષણા બાદ લાગી રહ્યું હતું કે તે બોલિંગ કરશે પરંતુ તેણે આ દરમિયાન એક પણ ઓવર નાખી નહીં. રોહિતે આઇપીએલમાં મુંબઇની છેલ્લી મેચ બાદ કહ્યું,‘જ્યાં સુધી તેની (હાર્દિક પંડ્યા)ની બોલિંગનો સવાલ છે તો ફિજિયો અને ટ્રેનર તેની બોલિંગ પર કામ કરી રહ્યા છે. તેને અત્યાર સુધી એક પણ બોલ નાંખ્યો નથી. અમે એકવારમાં એક મેચનું ધ્યાન રાખીને તેની ફિટનેસનું આંકલન કરીએ છીએ,’ તેનામાં દિવસને દિવસે સુધારો આવી રહ્યો છે. હોઇ શકે છે કે આગામી અઠવાડિયા સુધી તે બોલિંગ કરતો થઇ જશે.’

પંડ્યાએ બેટિંગમાં પણ નિરાશ કર્યા છે અને માત્ર 127 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ 14.11 અને સ્ટ્રાઇક રેટ 113.39 રહી છે. રોહિતે કહ્યું,‘જ્યાં સુધી તેની બેટિંગનો પ્રશ્ન છે તે થોડો નિરાશ હશે પરંતુ તે એક સારો ખેલાડી છે. તે પહેલા પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છે.’તે પોતાની બેટિંગથી ખુશ નહીં હોય પરંતુ ટીમને તેની ક્ષમતાઓ પર વિશ્વાસ છે. મને પોતાને તેની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે.

રોહિત મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં સામેલ ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને લઇ ચિતિંત નથી, કારણ કે ટી-20 વિશ્વકપ એક અલગ પ્રકારની ટૂર્નામેન્ટ છે. જ્યાં ખેલાડી અભ્યાસ દરમિયાનપણ લયમાં આવી શકે છે. તેણે કહ્યું,‘આઇપીએલમાં શું થયું અને ટી-20 વિશ્વકપમાં શું થશે તે અંગે વધારે ધ્યાન આપવા જેવું નથી. ટી-20 વર્લ્ડકપ અલગ ટૂર્નામેન્ટ છે અને ફ્રેંચાઇઝી ક્રિકેટ તેનાથી અલગ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો