તમારો મોબાઇલ આધાર સાથે લિંક છે કે નહી, આવી રીતે જાણી શક્શો - Sandesh
  • Home
  • Business
  • તમારો મોબાઇલ આધાર સાથે લિંક છે કે નહી, આવી રીતે જાણી શક્શો

તમારો મોબાઇલ આધાર સાથે લિંક છે કે નહી, આવી રીતે જાણી શક્શો

 | 1:05 pm IST

ભારત યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (યુઆઈડીએઆઈ)એ તમામ ટેલિકોમ કંપનીઓ પાસેથી પોતાના ગ્રાહકો પાસેથી એવી સુવિધા આપવા માટે જણાવ્યુ છે કે, તેમના આધાર સાથે તેમના ક્યા ક્યાં મોબાઇલ સિમકાર્ડ સંબંધીત છે. ઓથોરિટીનું માનવું છે કે, આ પહેલથી સિમકાર્ડનાં અનધિકૃત ઉપયોગની સંભાવનાઓ દૂર થઇ જશે. ઓથોરિટી સામે એવા પ્રકારની ઘટનાઓ આવી છે જે કેટલાક રિટેલર્સ, ઓપરેટર્સ અને ટેલિકમ્યુનિકેશન્સ કંપનીઓનાં એજન્ટ નવા સિમકાર્ડને જાહેર કરવા, નંબરોનું પુનરાવર્તન કરવા માટે આધારકાર્ડનો દુરપયોગ કરી રહ્યા છે અને તેઓ આના માધ્યમથી બીજા લોકોને સીમકાર્ડ આપી રહ્યા છે અથવા બીજાને ફાળવી રહ્યા છે.

ઓથોરિટીએ ટેલિકમ્યુનિકેશન્સ કંપનીઓને ચેતવણી આપી છે કે, તેઓ નક્કી કરે કે તેમના રિટેલર્સ અથવા ઓપરેટર્સ કોઇ પણ પ્રકારની ગડબડ કરે નહી. ટેલિકમ્યુનિકેશન્સ કંપનીઓને કહેવામા આવ્યુ છે કે, આ નવી સુવિધા આ નવી સુવિધા 15 માર્ચથી શરૂ કરે. આ સુવિધા અંતર્ગત ગ્રાહકો એસએમએસ દ્વારા જાણી શક્શે કે તેમનો મોબાઇલ નંબર આધારકાર્ડ સાથે જોડાયો છે કે નહી. આ જ પ્રકારે તેઓ જાણી શક્શે કે તેમના આધાર નંબર પર કેટલા મોબાઇલ નંબર ઇસ્યૂ કરવામા આવ્યા છે.

ઓથોરિટીના સીઇઓ અજય ભૂષણે જણાવ્યુ કે, તમામ ટેલિકમ્યુનિકેશન્સ કંપનીઓ પાસેથી 15 માર્ચ સુધીમાં પોતાના ગ્રાહકોને આ સેવા આપવા માટે જણાવી દેલામાં આવ્યુ છે. ઉલ્લેખનિય છે કે, દેશમાં 1.2 અરબથી પણ વધુ લોકોનું આધાર માટે નામાંકન થઇ ચૂક્યુ છે જે 12 આંકડાઓની વિશિષ્ટ સંખ્યા છે.