never attended rk studio raj kapoor holi party which film star
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રખ્યાત હતી રાજ કપૂરની હોળી પાર્ટી, આ કારણે દેવ આનંદને આમંત્રણ અપાતુ ન હતુ

પ્રખ્યાત હતી રાજ કપૂરની હોળી પાર્ટી, આ કારણે દેવ આનંદને આમંત્રણ અપાતુ ન હતુ

 | 5:12 pm IST

બોલીવુડમાં રાજકપૂરને શોમેન કહેવામાં આવ્યા છે. તેમનું દરેક કામ શાનદાર કહેવાતુ. રાજકપૂર ફિલ્મો તો ભવ્ય બનાવતા જ હતા, તેમની પાર્ટીઓ પણ એટલીજ ભવ્ય થતી. હોળી અને દિપાવલી પર રાજ કપૂર જે પાર્ટી કરતા તેને લોકો આજે પણ ભૂલી શક્યા નથી. આરકે સ્ટૂડિયોની હોળીનો તો કોઈ જવાબ જ નથી.

બોલીવુડના સિતારાઓની તમામ યાદો જાણેકે રાજ કપૂરની હોળી પાર્ટી સાથે જોડાયેલી છે. બોલીવુડનો દરેક સામાન્ય હોય કે ખાસ વ્યક્તિ આ પાર્ટીમાં સામેલ થતો. આ પાર્ટીમાં દિલીપ કુમાર, મનોજ કુમાર, શમ્મી કપૂર, શશિ કપૂર, અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા, જીતેન્દ્ર, ધર્મેન્દ્ર, હેમા માલિની જેવી દિગ્ગજ હસ્તીઓ આરકે સ્ટૂડિયોમાં રાજ કપૂર જે શાનદાર પાર્ટી આપતા હતા તેની આજે પણ ચર્ચા થાય છે.

આખા વર્ષ સુધી આ હોળીની રાહ જોવામાં આવતી કે રાજકપૂરને ત્યાં પાર્ટી મળશે. આ તમામમાં એક સુપરસ્ટાર એવો પણ હતો જેણે ક્યારેય પણ આ પાર્ટીમાં ભાગ લીધો ન હતો.

રાજ કપૂરથી પહેલા કોઈએ કલ્પના સુધ્ધા નહોતી કરી શકી કે આવું સેલિબ્રેશન પણ હોઈ શકે. પહેલા આટલા સેલિબ્રેશનની પરંપરા ન હતી. આગળ જતા તો આ ટ્રેંડ સેટ થઈ ગયો. લાજવાબ પાર્ટીઓ ખુબજ ધામધુમ. સદાબહાર દેવાનંદ આ પાર્ટીમાં ક્યારેય સામેલ થયા ન હતા.

તે એ સમયના એકમાત્ર એવા સ્ટાર હતા જેમણે આરકે સ્ટૂડિયોની પાર્ટીમાં ક્યારેય ભાગ લીધો ન હતો. જો કે આ પાછળ રાજકપુર અને દેવ આનંદ વચ્ચે કોઈ વાતનો ખટરાગ ન હતો. બંને ખુબજ સારા મિત્રો હતા. દેવઆનંદને શરૂઆતથી જ હોળી રમવાનો શોખ ન હતો. તે હંમેશા તહેવારોથી દૂર રહેતા હતા. રાજકપુરને દેવઆનંદની આ વાતની જાણ હતી. આ જ કારણે તેમણે દેવઆનંદને ક્યારેય આમંત્રણ આપ્યુ ન હતુ.

આરકે સ્ટૂડિયોમાં રંગોત્સવ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હતી, નાચ ગાનની ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હતી. મહેમાનોને ખાસ પ્રકારના વ્યંજનો પીરસવામાં આવતા હતા. આરકે સ્ટૂડિયોમાં હોળી પાર્ટી દિવસભર ચાલતી રહેતી અને ફિલ્મી સિતારાઓ રંગપર્વને આનંદથી ઉજવતા રહેતા હતા. 1988 સુધી આરકે સ્ટૂડિયોમાં હોળી મનાવવામાં આવતી રહી. રાજકપૂરના દેહાંત પછી આરકે સ્ટૂડિયોમાં હોળીનું સેલિબ્રેશન જ જાણે કે અટકી ગયુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન