which-is-the-worlds-cheapest-smartphone-with-a-robust-processor
  • Home
  • Technology
  • જાણો ક્યો છે દમદાર પ્રોસેસરવાળો દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન

જાણો ક્યો છે દમદાર પ્રોસેસરવાળો દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન

 | 2:18 pm IST

Xiaomiના સબ બ્રાંડ Poco તરફથી આજે નવો Poco F1 સ્માર્ટફોન ભારતમાં હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે. કેપનીએ આ સ્માર્ટફોનના ત્રણ મોડલ 6GB રેમ 64GB સ્ટોરેજ ધરાવતો 6GB રેમ 128GB સ્ટોરેજ ધરાવતો તેમજ 8GB રેમ 128GB સ્ટોરેજ ધરાવતો સ્માર્ટફોનની શૃંખલા ઉતારી છે. 6GB રેમ વાળા સ્માર્ટફોનને 20,999ની કિંમતે, 6GB રેમ વાળા સ્માર્ટફોનને 23,999ની કિંમતે તેમજ 8GB રેમ વાળા સ્માર્ટફોનને 28,999માં ખરીદી શકશો. આ સ્માર્ટફોનનો આજે પહેલો સેલ છે. ગ્રાહક તેને ફિલપકાર્ટ અને Xiaomiની અધિકૃત વેબસાઇટ પરથી ખરીદી શકે છે. સ્નેપડ્રેગન પ્રોસેસરથી ચાલતો આ સ્માર્ટફોન દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે.

આ સ્માર્ટફોનના બેકમાં પોલીકાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાહકોને આ સ્માર્ટફોન રેડ, બ્લૂ, બ્લેક કલરમાં મળશે. લૉન્ચ ઓફરમાં ફર્સ્ટ સેલમાં HDFC બેંકના ક્રેડિટ કે ડેબીટ કાર્ડ પર 1,000ની છૂટ મળશે. જિયો તરફથી 8,000ના ફાયદા સાથે સાથે 6TB ડેટા મળશે. Poco F1ના સર્વિસ સેન્ટર Xiaomi સર્વિસ સ્ટોર પર મળશે.

આ તમામ સ્માર્ટફોન ડ્યૂઅલ કાર્ડ સપોર્ટ કરે છે. Poco F1 એન્ડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ MIUI 9.6 પર ચાલે છે. ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યુ છે.