આ દેશમાં થશે વોટ્સએપ પર અજાન, સરકારે આપ્યા આદેશ - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • આ દેશમાં થશે વોટ્સએપ પર અજાન, સરકારે આપ્યા આદેશ

આ દેશમાં થશે વોટ્સએપ પર અજાન, સરકારે આપ્યા આદેશ

 | 6:48 pm IST

ઘાના સરકારે શનિવારે બધી મસ્જિદો અને ચર્ચને આ આદેશ આપ્યો છે કે પ્રાર્થના માટે લોકોને બોલાવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરો.

સરકારે દ્વારા આ પણ આદેશ આપ્યો છે કે, અજાન માટે સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન વોટ્સએપનો ઉપયોગ કરો. આ નિયમ પાછળ મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં વધતું અવાજ પ્રદૂષણ ઘટાડવાનું છે.

જાણકારી પ્રમાણે, મોટાભાગના લોકોમાં પૂજા સમયે વધુ સંખ્યામાં ભેગા થાય છે જે કારણે ટ્રાફિક પણ વધુ થઈ જાય છે, ઘાના સરકાર કહે છે કે, આવી સ્થિતિમાં ચર્ચની ઘંટડીઓ અને મસ્જિદથી આવતી અજાણની ધ્વનિ પ્રદૂષણ વધારે છે, જેનાથી આસપાસ રહેનારાઓને ભારે મુશ્કેલીઓ પડે છે.

ઘાનાના પર્યાવરણ મંત્રી ક્વાબેના ફ્રીમપૉન્ગ બોટેન્ગએ આ પહેલનો બચાવ કરતા જણાવ્યું છે કે, ઇમામ લોકોને વોટ્સએપ મેસેજ મોકલીને નમાજના સમય વિશે જાણકારી આપે.

બોટેન્ગે જણાવ્યુ કે, ‘પ્રાર્થનાનો સમય વોટ્સએપ અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા શા માટે મોકલી ના શકાય? ઇમામ બધાને વોટ્સએપ મેસેજ મોકલી શકે છે. માટે મને લાગે છે કે, આથી અવાજ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે. આ બાબત વિવાદાસ્પદ હોઇ શકે છે પરંતુ તે કંઈક આવું છે જે વિશે આપણે વિચાર કરી શકીએ છીએ.

જો કે, રાજધાની અગરામાં રહેતા મુસ્લિમ સમુદાય દ્વારા વોટસએપ દ્વારા અજાનના આદેશને ફગાવાયો છે. ઇમામ શેખ ઉસાન અહેમદના જણાવ્યા પ્રમાણે, ‘અજાન દિવસમાં પાંચ વખત થાય છે અને વોટ્સએપ દ્વારા મેસેજ મોકલવામાં આવે તો અવાજ પ્રદૂષણમાં ઘટાડો થઇ શકે છે. પરંતુ તેના આર્થિક પરિણામો પણ હશે. ઇમામને દર મહિને પગાર મળશે નહી. આ પહેલ ગેરવ્યાજબી છે.