Which year will be lucky for you know from your birthdate
  • Home
  • Astrology
  • કઈં ઉંમરે થશે ભાગ્યોદય, જન્માતરીખ પરથી જાણો આ રીતે

કઈં ઉંમરે થશે ભાગ્યોદય, જન્માતરીખ પરથી જાણો આ રીતે

 | 2:38 pm IST

જ્યોતિષશાસ્ત્રમાં એક આગવો વિષય છે ન્યૂમેરોલોજી. શુદ્ધ ગુજરાતીમાં આપણે તેને અંક શાસ્ત્ર કહીએ છીએ. આ એક એવું જ્યોતિષ જ્ઞાન છે જે અતિ સચોટ છે. કેટલીક વસ્તુઓ અંકશાસ્ત્ર પરથી વધું સચોટ રીતે જાણી શકાય છે. આજે અમે તમને જણાવીશું અંક શાસ્ત્રનો શું સંબંધ છે ભાગ્યોદય સાથે. જાણી લો સૌ પ્રથમ તમારી જન્મ તારીખ. તેના પર કેવી રીતે શોધવું ક્યારે થશે ભાગ્યોદય અમે તમને જણાવીશું….

1
મૂળાંક 1 વાળા જાતકો માટે ભાગ્યશાળી વર્ષ 19મું, 22મું હોય છે. આ વર્ષમાં તેને સફળતા મળવા લાગે છે.
2
જો મૂળાંક 2 હોય તો આ જાતકો માટે 24મું વર્ષ શુભ અને ઉન્નતિ આપનાર હોય છે.
3
જો મૂળાંક 3 હોય તો આ જાતકો માટે 21મું, 30મું વર્ષ શુભ સાબિત થાય છે. તેમનું ભાગ્ય આ વર્ષથી ચમકવા લાગે છે.
4
જો મૂળાંક 4 હોય તો આ અંક ધરાવતા જાતકો માટે 26મું, 36 અને 42મું વર્ષ અત્યંત ખાસ હોય છે. આ સમયમાં કરેલા તમામ કામમાં સફળતા પ્રાપ્ત થાય છે.
5
જો મૂળાંક 5 હોય તો આ જાતકો માટે 32મું વર્ષ સારું સાબિત થાય છે. તેમનું ભાગ્ય આ વર્ષથી ચમકે છે.
6
જો મૂળાંક 6 હોય તો આ મૂળાંક વાળા જાતકો માટે 25મું વર્ષ ઉન્નતિ તેમજ સફળતા લઈને આવે છે.
7
જો મૂળાંક 7 હોય તો આ મૂળાંકવાળા આ જાતકો માટે 16મું, 21મું, 25મું, 34મું, 38મું અને 44મું વર્ષ શુભફળ આપનારું હોય છે.
8
જો મૂળાંક 8 હોય તો આ જાતકો માટે 26મું, 36 અને 42મું, 48મું વર્ષ ભાગ્યોદયનું હોય છે. આ વર્ષોમાં તેમને સૌથી વધારે ધનલાભ થાય છે.
9
જો મૂળાંક 9 હોય તો આ મૂળાંક ધરાવતા લોકો માટે 18મું, 27મું, 28મું વર્ષ સૌથી વધારે શુભ હોય છે. આ વર્ષથી તેમને પૈસા અને નામના મળવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન