While Playing a Game on Mobile, Six Years Old Boy Stuck in Toilet Seat
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: મોબાઇલમાં ગેમ રમતા 6 વર્ષનો બાળક ટોયલેટ સીટમાં ફસાઈ ગયો, પછી…

Video: મોબાઇલમાં ગેમ રમતા 6 વર્ષનો બાળક ટોયલેટ સીટમાં ફસાઈ ગયો, પછી…

 | 4:32 pm IST

તાજેતરમાં ચીનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક 6 વર્ષનો બાળક ટોયલેટ સીટ પર વધુ સમય સુધી બેસવાના કારણે સીટમાં જ ફસાઈ જાય છે અને પછી તેના માતા-પિતા મદદ માટે ફાયર ફાઇટર્સને બોલાવે છે.

રિપોર્ટ મુજબ આ વીડિયો ચીનના વુહાન શહેરનો છે જ્યાં એક ઘરમાં 6 વર્ષનો બાળક શૌચ કરવા માટે ટોયલેટ જાય છે. મોબાઇલમાં ગેમ રમતા-રમતા બાળક કોમોડ પર 1 ક્લાકથી વધુ સમય સુધી બેસી રહે છે. જેના કારણે તેઓ ટોયલેટ સીટમાં ફસાઈ જાય છે. બાળકના માતા-પિતાના આ વિશે જાણ થતા તેઓ મદદ માટે આવે છે પરંતુ ઘણી કોશિશો કરવા છતા તેઓ બાળકને શીટમાંથી બહાર નીકળવામાં નિષ્ફળ રહે છે.

ત્યારે બાદ માતા-પિતા મદદ માટે ફાયર ફાઇટર્સને બોલાવે છે. પછી ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચીને મદદ કરે છે. રિપોર્ટ મુબજ ફાઇર ફાઇટર્સને પણ બાળકના રેસક્યૂ ઓપરેશનમાં એક કલાકથી વધુનો સમય લાગ્યો હતો. તેમને કહ્યું કે બાળક એક કલાકથી વધુ સયમ ટોયલેટ સીટ પર બેસવાના કારણે ફસાઈ ગયો હતો. જુઓ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન