સફેદ વાળને ફરીથી બનાવશે કાળા આ 6 ટિપ્સ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • સફેદ વાળને ફરીથી બનાવશે કાળા આ 6 ટિપ્સ

સફેદ વાળને ફરીથી બનાવશે કાળા આ 6 ટિપ્સ

 | 4:34 pm IST

ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદૂષણનાં કારણે વાળ અકારણ જ સફેદ થવાં લાગે છે. કસમયે વાળનું સફેદ થવું એક બીમારી છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં પ્રાકૃતિક સુંદરતા અને મજબૂતી લાવી શકાય છે. વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર ઉપાય નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે.

1. આમળાના પાવડરમાં લીંબુ મેળવીને નિયમિત લગાડવું.

2. દસ મિનિટ સુધી કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાડો. વાળ ખરશે નહી અને ખોડો પણ નહી થાય.

3. બેસન મેળવેલુ દુધ કે દહીંના મિશ્રણથી વાળને ધોવો.

4. દરરોજ માથામાં ડુંગળીની પેસ્ટ કરીને લગાવો.

5. તલ ખાઓ તથા તલનું તેલ પણ વાળને કાળા કરવામાં ઘણું અસરકારક છે.

6. અડધા કપ દહીંમા ચપટી કાળી મરી અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો. 10 મિનિટ પછી ધોઇ લો.