White House Chef Andre Rush Biceps makes you Crazy
  • Home
  • Featured
  • White Houseનો આ શેફ સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ, ‘બોડી’ જોઈ થઈ જશો સ્તબ્ધ

White Houseનો આ શેફ સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ, ‘બોડી’ જોઈ થઈ જશો સ્તબ્ધ

 | 7:32 pm IST

ગત વર્ષે રમજાન નિમિત્તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે લગભગ 30-40 ગેસ્ટને આમંત્રણ આપ્યું હતું. જેમનું ખાવાનું ત્રણ શેફ બનાવી રહ્યા હતા. જોકે આ પ્રસંગે સૌથી વધુ ચર્ચા ત્યારે બનેલ વાનગીઓની પરંતુ ત્યાના એક શેફની થઈ. જી હાં, આ શેફની બોડીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ શેફની નામ Andre Rush છે જેમની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ Rush આર્મીના રિટાયર માસ્ટર શેફ રહી ચૂક્યા છે. એટલું જ નહીં એક દિવસમાં 2222 પુશ અપ મારવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. રિપોર્ટ પ્રમાણે Andre Rush 22 ઇંચના બાઇસેપ્સ ધરાવે છે. તે નિયમિત ધોરણે વર્કઆઉટ કરે છે. તેમના બાઇસેપ્સ જોઈ લોકો આશ્ચર્ચમાં મૂકાઈ જાય છે. Rush સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણા એક્ટિવ રહે છે. તે સતત તેમની તસવીરો અને વીડિયોઝ ફેન્સ સાથે શેર કરે છે. જે ઘણા વાયરલ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન