Nooyi began to feel that perhaps she was underprepared for the business world
  • Home
  • Business
  • World Bankની અધ્યક્ષની રેસમાં આ ભારતીય મહિલાનું નામ મોખરે, મક્કમ નિર્ણય શક્તિના કારણે પ્રખ્યાત

World Bankની અધ્યક્ષની રેસમાં આ ભારતીય મહિલાનું નામ મોખરે, મક્કમ નિર્ણય શક્તિના કારણે પ્રખ્યાત

 | 4:00 pm IST

વર્લ્ડ બેન્કની અધ્યક્ષ પદની રેસમાં પેપ્સિકોની પૂર્વ સીઈઓ ઈન્દીરા નૂઈના નામનો સમાવેશ થયો છે. એક રિપોર્ટ અનુસાર વ્હાઈટ હાઉસમાં આ પદ માટે ઈન્દીરા નૂઈના નામ પર વિચારણાઓ ચાલી રહી છે. વાત જાણે એમ છે કે વર્લ્ડ બેન્કના વર્તમાન અધ્યક્ષ જીમ યોંગ કિમ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યુ હતુ કે તેઓ ફેબ્રુઆરીમાં પોતાનુ પદ છોડી દેશે. તેમની આ ઘોષણા પછી નવા અધ્યક્ષની તલાશ શરૂ થઈ ચુકી છે. આપને જણાવી દઈએ કે વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદને છોડ્યા પછી યોંગ કિમ રોકાણ કરતી કંપની સાથે જોડાશે.

ઈવાંકા ટ્રમ્પની ફેવરિટ છે ઈન્દીરા નૂઈ

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા ટ્રમ્પ સહયોગીની સાથે સાથે માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત માને છે. આપને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈંવાકા ટ્રમ્પને નવા અધ્યક્ષ પદમાટે પ્રખર દાવેદાર માનવામાં આવે છે કેમકે આ માટેની પ્રક્રિયામાં ઈવાંકા મહત્વની ભૂમિકા નીભાવી રહી છે. હાલતો આ પ્રક્રિયા પ્રથમ ચરણમાં છે. સામાન્ય રીતે આ મુખ્ય પદ પર નામાંકન પર અંતિમ નિર્ણય કરવાથી શરૂઆતનો દાવેદાર આમાંથી બાકાત થઈ જાય છે.

કોણ છે ઈન્દીરા નૂઈ?

ચેન્નઈમાં જન્મેલી 63 વર્ષની નૂઈ દેશની તાકતવર મહિલાઓમાં એક માનવામાં આવે છે. કેટલીયે કંપનીઓમાં કામં કર્યા પછી 1994માં ઈન્દીરાએ પેપ્સિકો જોઈન કર્યુ હતુ. 2006માં તેમણે કંપનીની કમાન સંભાળી હતી ત્યારબાદ કંપનીના શેરમાં 78 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તેમણે 12 વર્ષ સુધી પેપ્સિકોની કમાન સંભાળી હતી.

ઓગસ્ટમાં તેમણે તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. ફોર્બ્સની યાદીમાં સૌથી પ્રભાવશાળી અને તાકાતવર મહિલાઓમાં તેમનું નામ આવ્યુ છે. 2017માં આ યાદીમાં તેઓ 11મા નંબર પર હતા, 2007માં તેમને પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.