NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • વ્હાઇટ હાઉસમાંથી પુતિન નામનું પલીત દૂર થતું નથી! 

વ્હાઇટ હાઉસમાંથી પુતિન નામનું પલીત દૂર થતું નથી! 

 | 4:18 am IST

ફોર્થ ડાઇમેન્શન : – વિનોદ પંડયા

વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસમાં વ્લાદિમીર પુતિન નામનું રશિયન ભૂત ઘણા સમયથી ઘૂસી ગયું છે. ટ્રમ્પ એ ભૂતથી પીછો છોડવવા જેટલા વધુ ફાંફાં મારે છે એટલા વધુ જોરથી એ વેતાળ વળગી પડે છે. પ્રમુખની ચૂંટણીમાં રશિયનોની મદદ લઇ ટ્રમ્પ દ્વારા હરીફ હિલેરી પર કાદવ ઉછાળવાની પ્રવૃત્તિ થઇ હતી. અમેરિકામાં એફબીઆઇ દ્વારા એ ઘટનાની તપાસ ચાલી રહી છે ક્લિન્ટન કુટુંબ પર ખૂન, બાળકોનું જાતીય શોષણ, વેશ્યાગીરી વગેરેના બનાવટી સામાચારો ચલાવવામાં આવ્યા હતાં. કેટલાક રિપબ્લિકનો રશિયનો સાથે એ પ્રવૃત્તિમાં ઓતપ્રોત થયા હતા તેઓ આક્ષેપ છે. આમેય ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી વિવાદો વધુ ચાલ્યા છે. ટ્રમ્પના કેટલાંક સાથીદારોએ હોદ્દા પરથી રાજીનામાં આપવા પડયા. એફબીઆઇના વડાએ પણ રાજીનામું આપ્યું. કેટલાકને ટ્રમ્પે છૂટા કર્યા. ટ્રમ્પ ચૂંટાયા પછી પ્રમુખ ઓબામાએ ૩૧ જેટલા રશિયન ડિપ્લોમેટ્સને રશિયા ભેગા કરી દીધા. દુશ્મનની કક્ષાએ હરીફ ગણાતા રશિયનોએ ટ્રમ્પ સાથે મળીને ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી કરી તેથી અમેરિકનો નારાજ છે. ટ્રમ્પની લોકપ્રિયતા અભૂતપૂર્વ હદે તળિયે ગઇ છે. તેમાં ગયા સપ્તાહે હકીકતો ખૂલી તેનાથી ટ્રમ્પને તમ્મર આવી ગયા છે.

અમેરિકાનાં જાણીતા અખબારોએ રશિયા પહોંચી, કેટલાક દસ્તાવેજો મેળવી પ્રગટ કર્યા છે. તે મુજબ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્ર ડોનાલ્ડ (એનું નામ પણ ડોનાલ્ડ છે અને પ્રમુખ એને ડોન કહીને બોલાવે છે) અને રશિયાની એક મહિલા વકીલ નતાલિયા વેસેલ્નિતસ્કાયા વચ્ચે મેનહટ્ટન, ન્યૂયોર્કના ટ્રમ્પ ટાવરમાં, ચૂંટણી અગાઉ જૂન મહિનામાં મિટિંગ થઇ હતી. નતાલિયા એક પહોંચેલી માયા છે અને ક્રેમલિનમાં એણે પગપેસારો કર્યો છે. એ મિટિંગમાં ટ્રમ્પનાં મુખ્ય ચૂંટણી પ્રચારક પૌલ મેનાફોર્ટ અને જમાઇ જારેદ કુશ્નર પણ હાજર હતા. હિલેરી ક્લિન્ટનને બદનામ કરવાના મુદ્દા પર આ બેઠક યોજાઇ હતી.

ચૂંટણીના દિવસોમાં ડોનને રોલ ગોલ્ડસ્ટોન તરફથી એક ઇ-મેલ મળી હતી, તેમાં રશિયન નતાલિયા સાથે મિટિંગ ગોઠવવાની વાત હતી. ગોલ્ડસ્ટોન સત્તાનો એક દલાલ છે અને લોકોના કામ કરાવી આપે. તેણે જણાવ્યું હતું કે હિલેરી  ક્લિન્ટન પર દાગ લગાડી શકાય એવી વિગતો નતાલિયા ધરાવે છે. જુનિયર ટ્રમ્પે ખુશ થઇને જવાબ આપ્યો કે, ‘જો એમ જ વાત હોય તો આઇ લવ ઇટ.!’ આ વિગતો અખબારોએ પુરાવા સાથે પ્રસિદ્ધ કરી છે.

નતાલિયા વર્તમાન પુતિન સરકારના એક પ્રધાનને પરણેલી છે. અમેરિકાએ જ્યારે રશિયાને તકલીફ પડે એવા પગલાં ભર્યા કે કાનૂનો ઘડયા ત્યારે નતાલિયાએ અમેરિકા પહોંચી તેની સામે લોબી અને બોગી ઊભા કર્યા હતા. ડોન સાથેની મુલાકાત યોજવાની હતી ત્યારે ખૂબસૂરત નતાલિયા ન્યૂયોર્કમાં જ હતી. ટ્રમ્પના માણસોને સાચો-ખોટો ભરોંસો હતો કે રશિયન જાસૂસો અને સરકારી હેકરોએ અમેરિકાના સર્વરો હેક કરીને હિલેરી વિશે મહત્ત્વની બાબતો એકઠી કરી છે. આ કારણથી મિટિંગ માટે ટ્રમ્પ જુનિયર ખુશી ખુશી ઉત્સુક હતા. અમેરિકામાં એક મોટા આર્િથક ગોટાળામાં ફસાઇ ગયેલા એક રશિયન બિલ્ડરને પણ નતાલિયાએ અમેરિકામાં વગ વાપરીને બચાવ્યો હતો.

તેઓ વચ્ચે ટ્રમ્પ ટાવરમાં મિટિંગ થઇ. તેમાં જે રંધાયું તેના કારણે હિલેરીને કોઇ તકલીફ પડી કે કેમ તે વિશે હજી સ્પષ્ટતા થઇ નથી. ટ્રમ્પ જુનિયરની પૂછપરછ માટે તપાસ સંસ્થાએ એને તેડાવ્યો છે. અખબારો વોશિંગ્ટન પોસ્ટ અને ન્યૂયોર્ક ટાઇમ્સનાં પત્રકારોએ મોસ્કો જઇ નતાલિયા સાથે સંબંધો બાંધ્યા અને ઇ-મેલના દસ્તાવેજો હાથ કર્યા છે. પુતિનની ઇચ્છા અમેરિકામાં ડખો ઊભો રાખવાની છે તેથી સામે ચાલીને પણ પૂરા પડાયા હોય.

અખબારોમાં પ્રથમ પ્રાથમિક માહિતી પ્રસિદ્ધ થઇ તેને બાપ-દીકરાએ પાકી આદત પ્રમાણે ફેક (બનાવટી) ન્યૂઝ ગણાવી કાઢયા. પણ બીજા દિવસે અખબારોએ સ્પેસેફિક બાતમીઓ સાથે ડોનને ફોન કરીને સવાલો કર્યા તો અખબારોમાં પ્રસિદ્ધ થાય તે અગાઉ જ ડોને પત્રકાર પરિષદ બોલાવીને નતાલિયા સાથેની મિટિંગની વાત કબૂલ કરી લીધી. પોતે પ્રાથમિક અને પારદર્શક છે એવું પુરવાર કરવા માગતા હતા. પ્રમુખ ટ્રમ્પપુત્રને હવે પારદર્શક અને પ્રમાણિક ગણાવીને એના વખાણ કરે છે, પણ ગુરુવારે પેરિસમાં ફ્રાન્સના પ્રમુખ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પત્રકારોએ ટ્રમ્પને આ બાબતના સવાલો પૂછયા. ટ્રમ્પે જવાબ આપ્યો કે ડોને જે કર્યું તે એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે. છતાં રશિયન વકીલ સરકારી વકીલ નથી એવા બહાના પણ ચગાવ્યા. અમેરિકન પ્રજા અને ખુદ એમના રિપબ્લિકન પક્ષના સાસંદો અને નેતાઓ આ ઘટનાથી ખુશ નથી. ટ્રમ્પ પોતે હેબતાઇ ગયા છે. એક ઐસી અજીબ દાસ્તાં હો ગઇ હૈ, છુપાતે છુપાતે બયાં હો ગઇ હૈ ! ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવા માટે બે સાંસદોએ મોશન દાખલ કરી છે. ઘણા રિપબ્લિકનો પણ તેમની સાથે છે. તપાસની ગંભીરતા વધી ગઇ છે. એક મત એવો છે કે ટ્રમ્પ જુનિયરે કશું ખોટું કર્યું નથી તેથી તેની સામે કોઇ કામ ચાલી શકે નહીં. જ્યારે બીજો મત એવો છે કે અમેરિકાના ચૂંટણીધારા હેઠળ ટ્રમ્પ સામે કામ ચલાવી શકાય.

ચૂંટણીમાં કાળા ધોળા કામો કરવા માટે રિપબ્લિકન નેતાઓ જાણીતા છે. નિક્સને વિપક્ષો પર જાસૂસી ગોઠવી, પકડાઇ ગયા અને પ્રમુખપદ છોડવું પડયું હતું. ડેમોક્રેટ પ્રમુખ જિમ્મી કાર્ટર સામે રિપબ્લિકન રોનાલ્ડ રેગન ચૂંટણી લડી રહ્યા હતા. કાર્ટરના સમયમાં ઇરાનના તેહરાન ખાતેના અમેરિકી રાજદૂતાવાસના સ્ટાફને પકડીને ઇરાનીઓએ એમને લાંબા સમય માટો બંધક બનાવ્યા હતા. એ બંધકોને છોડાવી લાવવા કાર્ટરના તંત્ર દ્વારા એક ખાનગી લશ્કરી પ્રયાસ થયો હતો, પણ ઇરાનના રણમાં અમેરિકી વિમાન અને હેલિકોપ્ટર તૂટી પડતાં તે મિશન ફેલ ગયું હતું. એ પછી વાટાઘાટો દ્વારા કાર્ટરના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં જ બંધકોને છોડવા માટે ખોમૈની તૈયાર થયા હતા. પણ એ દિવસમાં ચૂંટણી નજીક હતી અને બંધકોનો મુદ્દો ખૂબ સંવેદનશીલ હતો. જો બંધકો છૂટી જાય તો ચૂંટણીમાં જિમ્મી કાર્ટરને ફાયદો મળે. આમ ન થાય તે માટે રોનાલ્ડ રેગને આયાતોલ્લાહ ખોમૈની સાથે ખાનગી કરાર કર્યા અને અમેરિકન નાગરિકોનો છુટકારો મોકૂફ રખાવ્યો હતો.