Who Are Out On Bail Are Afraid By Main Bhi Chowkidar Campaign : Ravi Shankar Prasad
  • Home
  • Election 2019
  • ‘મેં ભી ચૌકીદાર’ મામલે વિરોધ પક્ષોને ધોબી પછાડ આપવા મોદી કરશે 500 સ્થળે ચર્ચા

‘મેં ભી ચૌકીદાર’ મામલે વિરોધ પક્ષોને ધોબી પછાડ આપવા મોદી કરશે 500 સ્થળે ચર્ચા

 | 3:39 pm IST

લોકસભાની ચૂંટણી પ્રચારની આખી ચર્ચા જ ‘ચૌકીદાર’ શબ્દ પર જ અટકી છે. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 500 જગ્ય્યાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘મેં ભી ચૌકીદાર’ કેમ્પેન કરવાનો નિર્ણય લીધો છે. તો બીજી બાજુ વિરોધ પક્ષ આ મામલે આકરા પ્રહારો કરી રહ્યો છે. માયાવતીએ આ કેમ્પેઈન પર ટ્વિટ કરી પ્રહારો કર્યા હતાં.

તો ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખીલેશ યાદવે પણ ટોણોં મારતા કહ્યું હતું કે, વિકાસ પુછી રહ્યો છે કે ખાતરની બોરીની ચોકી રોકવા માટે પણ કોઈ ચોકીદાર છે કે? ત્યાર બાદ તેમણે વધુ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, વિકાસ પુછી રહ્યો છે કે, જનતાના બેંક ખાતામાં ચોરીથી જે પૈસા કાપવામાં આવી રહ્યાં છે, તેનાથી બચવા માટે કોઈ ચોકીદાર છે કે? તો તેમણે ત્રીજા એક ટ્વિટમાં પુછ્યું હતું કે, વિકાસ પુછી રહ્યો છે કે, મંત્રાલયમાંથી વિમાનની થયેલી ચોરી માટે જવાબદાર બેરદકાર ચોકીદારને શું સજા મળી?

ભાજપે પણ ‘મેં ભી ચૌકીદાર’ કેમ્પઈનને જ ચૂંટણીની થીમ બનાવવાનો જ નિર્ણય લીધો છે. આ મામલે કેન્દ્રીય રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં 500 જગ્યાએ 21 માર્ચથી વીડિયો કોન્ફરેન્સ દ્વારા ‘મેં ભી ચૌકીદાર’ આંદોલનનું સમર્થન કરનારા લોકો સાથે ચર્ચા કરશે.

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, આજે અમે દેશના લોકોનું અભિનંદન કરવા માંગીએ છીએ કે માત્ર કેટલાક દિવસોમાં જ આ આંદોલન સાથે કરોડો લોકો જોડાઈ ગયા. ભાજપના નેતાએ જણાવ્યું હતું કે, આ એક મોટું જનઆંદોલન બની ગયું છે. તેમાં ડૉક્ટર, પ્રોફેશનલ ખેડૂતો અને સ્વચ્છતા કર્મચારીઓ સહિતના લોકો જોડાઈ રહ્યાં છે.

રવિશંકર પ્રસાદે રાહુલ ગાધીને ટોણો મારતા કહ્યું હતું કે, જે જામીન પર છે, તેઓ ‘મેં ભી ચૌકીદાર’ કેમ્પેઈનથી પીડાય છે. જેમનો પરિવાર અને સંપત્તિ મુશ્કેલીમાં છે, તેઓ જ પરેશાન છે. જે આખા પરિવાર સાથે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે, જેમની પાસે છુપાવવા માટે છે, તેઓ આ કેમ્પેઈનથી પરેશાન છે.

પ્રસાદે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે, તેઓ કહી રહ્યાં છે કે, ચોકીદાર અમીરો માટે હોય છે, ગરીબો માટે નહીં. પરંતુ જ્યારે તેઓ સત્તામાં હતાં ત્યારે લોકોના 12 લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા. તો શું હવે એ કહેવાની જરૂર છે કે કોને ચોકીદારની જરૂર છે અને કોને નહીં?

તો એટલે શરૂ થયું ‘મેં ભી ચૌકીદાર’ કેમ્પેઈન

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ‘મેં ભી ચૌકીદાર’ ભલે આજે એક કેમ્પેઈનના રૂપમાં ચાલી રહ્યું હોય, પણ આ વાત પીએમ મોદીએ 2014માં જ કહી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને આ કેમ શરૂ કરવું પડ્યું. યાદ કરો 2014માં જ્યારે ચૂંટણી થઈ રહી હતી, ત્યારે દેશમાં શું સ્થિતિ હતી. આર્થિક મોર્ચે ભારતની સ્થિતિ ખરાબ હતી. કરપ્શન ફ્રી નીતીની જરૂર હતી, છબી ખરાબ હતી. 2જી, કોલગેટ અને સબમરીન કૌભાંડોના કારણે નરેન્દ્ર મોદીએ તે દરમિયાન પ્રચારમાં કહ્યું હતું કે, હું ભારતનો પ્રધાનસેવક બનીશ અને ચોકીદાર બનીશ.

રાહુલ ગાંધીના સવાલ પુછ્યો તો જેલ મોકલી દીધો

બેંગલુરૂમાં ટેક કંપનીઓ સાથે જોડાયેલા લોકોને સવાલ પુછવા પર ધરપકડ કરવાને લઈને રવિશંકર પ્રસાદે સ્પષ્ટ રીતે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, બેંગલુરૂમાં કેટલાક લોકોને માત્ર સવાલ પુછવા પર જ ધરપકડ કરવામાં આવી હતી. બે વર્ષ પહેલા તેઓ ટૂકડા ગેંગ સાથે ઉભા હતાં, પરંતુ બીજી બાજુ આઈટી પ્રોફેશનલે તેનો વિરોધ કરતા તેમને જેલભેગા કરી દેવામાં આવ્યા હતાં. અમને પ્રશ્નો પણ એ તે અને તેમની બહેન પુછે છે કે બોલવાની આઝાદી આંચકી લેવામાં આવી રહી છે. પરંતુ અમારે નહીં રાહુલ ગાંધીએ બોવ બધુ શીખવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન