WHO Bharat Biotech's Covaxin approval may be October
  • Home
  • Featured
  • કોવેક્સિનને મંજૂરી આપવાના મામલે WHOનાં વલણથી ભારતને મોટો ફટકો

કોવેક્સિનને મંજૂરી આપવાના મામલે WHOનાં વલણથી ભારતને મોટો ફટકો

 | 10:11 am IST
  • Share

  • WHOએ કોવેક્સિનને ઓક્ટોબરમાં ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગમાં સમાવવા સંકેતો આપ્યા
  • WHOએ કંપની પાસે વધુ ટેકનિકલ વિગતો માગી
  • નેશનલ નેટવર્ક ઓફ સાયન્ટિસ્ટ એન્ડ પીપલ્સ સાયન્સ દ્વારા આ મામલે ચિંતા વ્યક્ત કરાઇ

ભારતમાં ICMR – ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોરોનાની વેક્સિન કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાનાં મામલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નાં વલણથી ભારતને મોટો ફટકો પડયો છે. નેશનલ નેટવર્ક ઓફ સાયન્ટિસ્ટ એન્ડ પીપલ્સ સાયન્સ દ્વારા આ મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેણે ચેતવણી આપી હતી કે જેવી રીતે ઝાયડસ કેડિલાની વેક્સિન ઝાયકોવ-Dના ત્રણ ડોઝ ધરાવતી વેક્સિનનો 12 વર્ષ કે તેથી મોટી ઉંમરના લોકો માટે ઉપયોગ કરવા માટે મંજૂરીના મામલે ભૂલો કરવામાં આવી હતી તેવી જ ભૂલો ભારત દ્વારા કોવેક્સિનની મંજૂરી માટે દોહરાવવામાં આવે તેવી શક્યતા છે.

કોવેક્સિનને મંજૂરી માટે WHOએ વધુ ટેક્નિકલ વિગતો માગી

WHO દ્વારા કોવેક્સિનને મંજૂરી આપવામાં વિલંબ કરાઈ રહ્યો છે અને કંપની પાસે વધુ ટેકનિકલ વિગતો માંગવામાં આવી છે. આને કારણે અન્ય દેશોને વેકિસન પૂરી પાડવાના ભારતનાં કાર્યમાં તેમજ વિદેશપ્રવાસ કરવા માંગતા લોકો કે જેમણે કોવેક્સિન વેક્સિન લીધી છે તેમને મોટો ફટકો પડયો છે તેમ ઓલ ઇન્ડિયા પીપલ્સ સાયન્સ નેટવર્ક દ્વારા જણાવાયું હતું.

કોવેક્સિનને ઓક્ટોબરમાં મંજૂરીની શક્યતા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા એવા સંકેતો આપવામાં આવ્યા છે કે ભારત દ્વારા દેશમાં જ વિકસાવવામાં આવેલી પહેલી જ સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઈમરજન્સી યૂઝ ઓફ લિસ્ટિંગમાં સમાવવાનો નિર્ણય ઓક્ટોબરમાં લેવામાં આવશે. 5મી ઓક્ટોબરે મળનારી WHOએ નિષ્ણાતોની સમિતિની બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવે તેવી ધારણા છે. ભારત બાયોટેક દ્વારા આ મામલે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવે તેવી ધારણા છે. WHOના સ્ટ્રેટેજિક એડવાઈઝરી ગ્રૂપ ઓફ એક્સ્પર્ટ ઓન ઈમ્યૂનાઈઝેશનની બેઠકમાં 1-2-3 ક્લિનિકલ ટ્રાયલ વખતે સુરક્ષા તેમજ અસરકારકતાના મુદ્દે ચર્ચા કરવામાં આવે તેવું મનાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો