Who discovered Gujarati language Word
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kids Corner
  • જાણો….‘ક’ કમળનો ‘ક’ અને ‘ખ’ ખરલનો ‘ખ’ કોણે બનાવ્યા?

જાણો….‘ક’ કમળનો ‘ક’ અને ‘ખ’ ખરલનો ‘ખ’ કોણે બનાવ્યા?

 | 5:30 pm IST
  • Share

જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા

આ૫ણને જે ઇતિહાસ નોંધાયેલો જોવા મળે છે એ ઐતિહાસિક કાળ છે. એ પહેલાંનો સમય એટલે કે પ્રાગૈતિહાસિક સમય. એ સમયમાં કશું વાંચવા લખવાનું હતું જ નહીં(!) ત્યારના જમાનાના જે અવશેષ જોવા મળે છે એનાથી સાબિત થાય છે કે માણસો ઠંડી, ગરમી, વરસાદથી બચવા પ્રાણીઓનાં ચામડાં પહેરતા અને પાથરતા. લોકો નાનો-મોટો શિકાર કરીને પેટ ભરતા હતા. શિકારી પશુઓ અને કુદરતી આફત એવાં વરસાદ, વાવાઝોડાંનાં તોફાનોથી બચવા ગુફાઓમાં રહેતા હતા.

રાતના અંધારામાં ખૂબ જ બીક લાગતી, કારણ કે શિકારી પશુઓ અંધારામાં જોઈ શકતાં હતાં, માણસોને અંધારામાં કશું દેખાતું નહોતું. એટલે રાત્રે ગુફાઓમાં સંતાઈ જતા. શિકારી પશુઓ ગુફામાં ન આવે એ માટે ગુફામાં આવવાના રસ્તામાં પથ્થર કે ઝાંખરાં ગોઠવી દેતા. રોજ સવારે ઊઠીને શક્તિશાળી નર શિકાર શોધવા નીકળતા. શિકાર ન મળે એવા દિવસોમાં નર બે-ચાર ટોળી બનાવી શિકાર શોધવા નીકળતા.

એ લોકો વાત શી રીતે કરતા હશે? 

જરા યાદ કરો, ગોરિલ્લા કે વાંદરાનાં ટોળાં શી રીતે વાત કરે છે? આ ટોળાં તમે ડિસ્કવરી અથવા નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પર જરૂર જોયાં હશે. વાંદરા અને ગોરિલ્લાની જેમ જ એ કાળના મનુષ્યો પણ જાતજાતના અવાજ કરીને અને હાથ-પગ હલાવીને પોતાની વાત બીજાઓને સમજાવવા પ્રયાસ કરતા.

સામસામે હાજર હોય ત્યારે તો અવાજ કરીને અને હાથ-પગ હલાવીને વાત સમજાવી શકાતી હતી. દા.ત.ઃ કોઈ માનવે સિંહ જોયો હોય તો એ સિંહની જેમ ચાલીને એની જેમ ત્રાડ પાડી બતાવતો એટલે બધા સમજી જતા કે સિંહ જોવા મળ્યો. એ કઈ દિશામાં છે એ બતાવવા માટે માનવ હાથ એ દિશામાં ચીંધતો. સિંહ કેટલે દૂર છે એ કહેવું હોય તો શી રીતે કહેવું? એ સૂર્ય બતાવીને આકાશ અને ધરી ભેગા મળતાં દેખાય છે એ ક્ષિતિજની દિશામાં આંગળી ચીંધતો. પછી આંગળી આકાશમાં ઊંચે લઈ જતો. એ રીતે બધા સમજી જતા કે સૂર્ય ઊગે ત્યાંથી આકાશમાં આટલે ઊંચે પહોંચે એટલું ચાલીએ ત્યાં સિંહ છે. આ જમાના સુધી ભાષાની જરૂર નહોતી પડી. ક, ખ, ગ, ઘ શોધાયા જ નહોતા.

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન