WHO Gave Warning To The World About Coronavirus Vaccine
  • Home
  • Corona
  • કોરોનાથી તૌબા પોકારી ઉઠેલી દુનિયાને WHOના આ દાવાથી લાગશે ધ્રાસકો, રસીને લઇને કહ્યું કે…

કોરોનાથી તૌબા પોકારી ઉઠેલી દુનિયાને WHOના આ દાવાથી લાગશે ધ્રાસકો, રસીને લઇને કહ્યું કે…

 | 6:19 pm IST

કોરોના વાયરસના કહેરથી ઝઝુમી રહેલી દુનિયાને આગામી કેટલાક મહિનામાં વેક્સિન આવવાની આશા છે. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે આ વેક્સિન કોઈ જાદૂઈ ગોળી નહીં હોય જે કોરોનાને આંખના પલકારામાં ખત્મ કરી દેશે. WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહોમ ઘેબ્યેપિયસે કહ્યું કે આપણે હજુ લાંબો રસ્તો કાપવાનો છે, આ માટે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાના રહેશે.

વેક્સિન બનાવવાનો દરેક પ્રયત્ન એક આંધળા પરીક્ષણ જેવો

અમેરિકાના સંક્રામક રોગ નિષ્ણાત ડૉ. એન્થની ફૉસીના વરિષ્ઠ સલાહકાર ડેવિડ મારેન્સે કહ્યું કે વેક્સિન બનાવવાનો દરેક પ્રયત્ન એક આંધળા પરીક્ષણ જેવો હોય છે, જે શરૂઆતમાં તો સારા પરિણામો સાથે આવે છે, પરંતુ તેની કોઈ ગેરંટી નથી હોતી કે અંતિમ ચરણમાં પણ તે વેક્સિન પોતાના ટ્રાયલ દરમિયાન સફળ સાબિત થાય. અમે આશા કરીએ છીએ કે અમે પહેલીવારમાં જ આને યોગ્ય રીતે કરી શકીશું અને 6થી 12 મહિનાની અંદર આપણી પાસે એક સારી વેક્સિન હશે.

રશિયાની વેક્સિન ટ્રાયલમાં સફળ રહી છે

અમેરિકામાં જૉર્જ વૉશિંગ્ટન વિશ્વ વિદ્યાલયના મિલકેન ઇન્સ્ટીટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થમાં વૈશ્વિક સ્વાસ્થ્યના સહાયક પ્રોફેસર વેક્સિનોલોજિસ્ટ જૉન એન્ડ્રસે પણ કહ્યું કોરોના વાયરસની એક પ્રભાવી રસીનો વિકાસ એટલો નિશ્ચિત નથી જેટલો આપણે વિચારી રહ્યા છીએ. આ ખતરનાક છે કે વેક્સિન બનાવવાની રેસમાં આપણે એ ભૂલી જઇએ કે આપણે આ સમયે શું કરવું જોઇએ. દુનિયાભરમાં રશિયન કોરોના વેક્સિન પર ઉઠી રહેલા પ્રશ્નોની વચ્ચે રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહ્યું છે કે રશિયાની વેક્સિન ટ્રાયલમાં સફળ રહી છે અને ઑક્ટોબર મહિનાથી દેશમાં વ્યાપક પ્રમાણમાં વેક્સિનેશનનું કામ શરૂ થશે.

વેક્સિન લગાવવામાં આવતો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે

તેમણે કહ્યું કે વેક્સિન લગાવવામાં આવતો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. તો ઉપ-સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદનેવે કહ્યું કે, રશિયા 12 ઑગષ્ટના દુનિયાની પહેલી કોરોના વેક્સિનને રજિસ્ટર કરાવશે. આ પહેલા રશિયાએ કહ્યું હતુ કે તેમની કોરોના વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. આ વેક્સિનને રશિયન રક્ષા મંત્રાલય અને ગમલેયા નેશનલ સેન્ટર ફૉર રિસર્ચે તૈયાર કરી છે. રશિયાએ કહ્યું કે, ક્નિલિકલ ટ્રાયલમાં જે લોકોને આ કોરોના વેક્સિન લગાવવામાં આવી તે તમામમાં SARS-CoV-2 વિરુદ્ધ રોગપ્રતિકારક ક્ષમતા જોવા મળી.

આ વિડીયો પણ જુઓ: નર્મદાની કેનાલોમાં ભ્રષ્ટચારના ગાબડા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન