WHO Halts Hydroxychloroquine Trial Over Safety Concerns
  • Home
  • Corona live
  • ભારતને સૌથી મોટો ઝાટકો: WHOએ કોરોનામાં કારગર નીવડતી આ દવા પર મૂકી દીધો પ્રતિબંધ

ભારતને સૌથી મોટો ઝાટકો: WHOએ કોરોનામાં કારગર નીવડતી આ દવા પર મૂકી દીધો પ્રતિબંધ

 | 6:36 am IST

થોડાંક સમય પહેલાં સુધી મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા હાઇડ્રોક્સિક્લોરોક્વિન (HCQ)ને કોરોના વાયરસની સારવારમાં પણ અસરદાર મનાતી હતી. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ COVID-19ની સારવાર પર HCQના ટ્રાયલ પર હાલ પ્રતિબંધ મૂકી દીધો છે. થોડાંક દિવસ પહેલાં જ દુનિયાભરના રિસર્ચ પ્રકાશિત કરનાર પ્રખ્યાત મેગેઝીન ‘દ લેંસેટ’એ કહ્યું હતું કે ક્લોરોક્વાઇન અને HCQનથી ફાયદો થવાના પુરાવા મળ્યા નથી.

સેફ્ટી ડેટાની સમીક્ષા થશે

WHOના ડાયરેકટર જનરલ Tedros Adhanom એ કહ્યું કે એક્ઝિક્યુટિવ ગ્રૂપે હાલ સોલિડેરિટી ટ્રાયલ (Solidarity trial)ની અંતર્ગત HCQ પર અસ્થાયી રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. પહેલાં સેફ્ટી ડેટા મોનિટરિંગ બોર્ડ સેફ્ટી ડેટાની સમીક્ષા કરશે. ટ્રાયલનો બાકી હિસ્સો ચાલુ રહેશે. આપને જણાવી દઇએ કે સોલિડેરિટી એક ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ છે જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પાર્ટનરશિપની સાથે લોન્ચ કરાયું છે. સોલિડેરિટી ટ્રાયલમાં સારવારના ચાર વિકલ્પોની તુલના કરાશે આથી તેમના COVID-19 પર થનાર અસરની આકરણી કરી શકાય.

કારગર નથી HCQ?

દ લેંસેટે દાવો કર્યો હતો કે મર્કોલાઇડ વગર કે તેની સાથે પણ ક્લોરોક્વાઇન અને HCQના ઉપયોગથી કોવિડ-19 દર્દીઓનો મૃત્યુદર વધી જાય છે. મેગેઝીને કહ્યું કે તાજા રિસર્ચમાં અંદાજે 15000 કોવિડ-19 દર્દીઓ પર કરાયું છે. આની પહેલાં અમેરિકા સરકારના નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાઇડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વાયરસના સંક્રમણથી થનાર બીમારી કોવિડ-19ના સારવારમાં કારગર નથી.

આ વીડિયો પણ જુઓ : WHOએ હાઈડ્રોક્સિક્લોરોક્વીનને હટાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન