Who Is Badluram Whose Song Sung By The US And Indian Army
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : કોણ છે ભારતીય જવાન બદલૂરામ જેના ગીત પર ઝુમ્યું અમેરિકી સૈન્ય

Video : કોણ છે ભારતીય જવાન બદલૂરામ જેના ગીત પર ઝુમ્યું અમેરિકી સૈન્ય

 | 2:24 pm IST

અમેરિકાના મેકડોનાલ્ડ સ્થિત જોઈન્ટ બેઝ લેવિસમાં ભારત અને અમેરિકી સેના વચ્ચે ચાલી રહેલા 19માં સંયુક્ત્ત અભ્યાસ દરમિયાન બંને દેશોના સૈનિકો હળવાસની પળો માણતા નજરે પડ્યાં હતાં. બંને દેશના સૈનિકો કે જે દેશની સરહદોના રખોપા કરે છે તેઓ સેનાની વર્દીમાં જ સાથે મળીને ગીત ગાવા લાગ્યા હતાં. ‘બદલૂરામ આ બદન જમીન કે નીચે રહેતા હૈ’. આ ગીત ભારતીય સેનાની અસમ રાઈફલનું માર્ચિંગ સોંગ છે જેના પર બંને દેશના સૈનિકો ઝુમી ઉઠ્યા હતાં.

બદલૂરામ કા બદન.. ગીત જેટલું ગાવામાં સારૂ લાગે છે, તેટલી જ તેની પ્રેરણાદાયક કહાની પણ છે. આ ગીત બીજા વિશ્વ યુદ્ધના સમયે જાપાની સેના સાથે સંઘર્ષ દરમિયાન શહિદ થયેલા રાઈફલમેન બદલૂરામને સમર્પિત છે. બદલૂરામના મોત બાદ તેમનો ક્વાર્ટર માસ્ટર તેમનું નામ હટાવવાનું ભૂલી ગયો અને તેની જાણકારી સેનાને આપી જ ના શકાઈ. તેમ છતાંયે તેમના નામે સતત જમવાનું આવતુ રહ્યું. જો કે, આ વધારાનું રાશન તેમની રેજીમેન્ટ માટે વરદાનરૂપ સાબિત થયું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની સૈન્યએ ભારતીય જવાનોની સપ્લાઈ લાઈન જ કાપી નાખી હતી. તેવામાં ભારતીય બટાલિયને બદલુરામના નામે આવેલા વધારાના રાશનથી કામ ચલાવવુ પડ્યું. આખા યુદ્ધ દરમિયાન આ રાશન બટાલિયન માટે નિર્ણાયક સાબિત થયું. આમ બદલુરામની યાદમાં આ ગીત બનાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન