Who is Chief Minister in Maharashtra in 2019?
  • Home
  • Featured
  • 2019માં કેન્દ્રમાં કોની સરકાર? રાજ્યમાં મુખ્ય પ્રધાન કોણ?

2019માં કેન્દ્રમાં કોની સરકાર? રાજ્યમાં મુખ્ય પ્રધાન કોણ?

 | 8:46 pm IST

પરીક્ષામાં પાસ થઈશ કે નહીં, લગ્નના લેખ ક્યારે લખાયા છે, ભારત મેચ જીતશે કે નહીં, કે પછી આવનારી લોકસભાની ચૂંટણીમાં કોનો વિજય થશે એ માટે હંમેશાં જ્યોતિષીઓ ભવિષ્ય ભાખતા હોય છે. 2019માં કેન્દ્રમાં કોની સરકાર અને રાજ્યમાં મુખ્ય પ્રધાન કોણ બનશે, એવી અટકળોવાળા અનેક પ્રશ્નો માટે થાણેમાં રવિવારે જ્યોતિષ પરિષદ પાર પડી હતી અને પ્રખર જ્યોતિષીના જણાવ્યા અનુસાર ફડણવીસ કેન્દ્રમાં જ્યારે ચંદ્રકાંત પાટિલ મુખ્ય પ્રધાનની સીટ પર બેસશે અને દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે એમાં કોઈ બેમત નથી. 2019માં થનારી ચૂંટણીમાં અનેક નેતાઓનું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું.

થાણેમાં બ્રાહ્મણ સભા મંડળ ખાતે રવિવારે આખો દિવસ જ્યોતિષ અધિવેશન ચાલ્યું હતું. આ સમયે ‘2019ની ચૂંટણી’ના થયેલા સત્રમાં પુણેના સિદ્ધેશ્વર મારટકરે અનેક રાજકીય નેતાઓનું ભવિષ્ય ભાખ્યું હતું.

મહારાષ્ટ્રમાં હાલમાં ચાલી રહેલો અસંતોષનો જુવાળ ક્યારે શાંત થશે, એવું પૂછવામાં આવતાં મારટકરે જણાવ્યું હતું કે ઓક્ટોબર સુધી આ વાતાવરણ રહેવાની શક્યતા છે. આવતા વર્ષે માર્ચ મહિના બાદ દેશનું વાતાવરણ સંપૂર્ણ રીતે શાંતિમય બની જશે. લોકસભાની ચૂંટણીમાં રાજકીય સમીકરણો કેવાં હશે, એવું પૂછવામાં આવતાં મારટકરે જણાવ્યું હતું કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળવી કઠિન છે. ભાજપ મિત્રપક્ષોનો સાથ મેળવીને જ સત્તા પર આવી શકશે. જ્યારે રાજ્યમાં ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે થશે તો ભાજપ ફરી એક વાર સત્તા પર આવશે, અન્યથા ઓક્ટોબરમાં જો ચૂંટણી થશે તો સત્તા હાથમાંથી જશે.

શું લોકસભામાં એનસીપી કોંગ્રેસ સાથે લડશે, એવું પુછાતાં મારટકરે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં તેઓની જગ્યા હોવાથી બંને સાથે લડશે. બીજી બાજુ લોકસભામાં તો ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડશે, પણ વિધાનસભામાં બંને સાથે ચૂંટણી લડશે એવા અણસાર નથી જણાતા. શું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેનાં પાંચ વર્ષ પૂરા કરશે એના જવાબમાં મારટકરે કહ્યું હતું કે ફડણવીસ તેનાં પાંચ વર્ષ સહેલાઈથી પૂરાં કરી લેશે. જો ફરી એક વાર ભાજપની સત્તા આવશે તો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને બનાવવામાં આવશે કે પછી તેમને કેન્દ્રમાં મોકલીને ચંદ્રકાંત પાટિલને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. ફડણવીસની કુંડલીપત્રિકા ઘણી મજબૂત છે, એવું મારટકરે વધુમાં જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન