Who is Hong Kong Democracy Activist Joshua Wong?
  • Home
  • Featured
  • હોંગકોંગના 23 વર્ષના છોકરાએ ચીનના નાકે લાવી દીધું દમ, દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર

હોંગકોંગના 23 વર્ષના છોકરાએ ચીનના નાકે લાવી દીધું દમ, દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર

 | 1:25 pm IST

હોંગકોંગનો એક દૂબળો પાતળો છોકરો. ઉંમર માંડ 23 વર્ષની છે. પરંતુ તેના આંદોલને દુનિયાના બાહુબલી ચીનની તાકતને પડકારી છે. આ જુવાનજોધ છોકરાનું નામ જોશુઆ વૉન્ગ છે. જો કે હોંગકોંગ પ્રશાસન એક બિલ લઇને આવ્યું હતું, તેના મતે ત્યાંના પ્રદર્શનકારીઓને ચીન લાવીને કેસ ચલાવાની વાત હતી. બસ પછી તો શું થયું હતું, વૉન્ગ પોતાના સમર્થકોની સાથે રસ્તા પર ઉતરી ગયો. છેલ્લાં કેટલાંક દિવસથી હોંગકોંગના રસ્તા પર લાખો લોકો પ્રદર્શન કરી રહ્યા છે. હોંગકોંગ એરપોર્ટ પર ઉડાન રદ્દ થઇ ગઇ છે. સોમવારના રોજ પ્રદર્શનકારીઓએ હોંગકોંગના મુખ્ય એરપોર્ટ પર પણ કબ્જો કરી લીધો. તેના લીધે ત્યાંથી એક પણ વિમાન ઉડાન ભરી શકતું નથી. એર ઇન્ડિયાએ પણ હોંગકોંગની તમામ ફ્લાઇટસ રદ કરી દીધી છે. ખાસ વાત એ છે કે હોંગકોંગમાં ચીનની વિરૂદ્ધ ચાલી રહેલા જોરદાર પ્રદર્શનનું નેતૃત્વ ત્યાંની યુવા વસતી કરી રહી છે.

ચીનના નાકમાં લાવી દીધું દમ

યુવા પ્રદર્શનકારીઓની ફોજે મહાશક્તિશાળી ચીનના નાકમાં દમ લાવી દીધું છે. મજેદાર વાત એ છે કે આ પ્રદર્શનકારીઓના નેતા 23 વર્ષની ઉંમરના જોશુઆ વૉન્ગ ચી-ફંગ છે. એટલું જ નહીં તેમની પાર્ટી ડોમેસિસ્ટોના મોટાભાગના નેતાઓની ઉંમર 20-25 વર્ષની આસપાસ જ છે. ડોમેસિસ્ટોની આગલી હરોળના નેતાઓમાં અગ્નેળશ ચૉ 22 વર્ષના જ્યારે નાથન લૉ 26 વર્ષના છે.

શું છે પ્રદર્શનકારીઓની માંગણી?

હોંગકોંગના યુવાનોમાં ત્યારે આક્રોશની લહેર જોવા મળી જ્યારે હોંગકોંગના પ્રદર્શનકારીઓએ ચીનમાં લાવીને કેસ ચલાવાનું બિલ લાવ્યા. હોંગકોંગના યુવાનોને લાગ્યું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી આ બિલ દ્વારા પોતાના દબદબો કાયમ કરવા માંગે છે. જો કે હોંગકોંગ ચીનનો હિસ્સો હોવા છતાં પણ સ્વતંત્ર પ્રશાસનિક એકમનો દરજ્જો ધરાવે છે. હોંગકોંગ ચીનનું ખાસ પ્રશાસનિક ક્ષેત્ર કહેવાય છે. જો કે જોરદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખતા હોંગકોંગની સરકારે બિલ પાછું લઇ લીધું, પરંતુ પ્રદર્શન ખત્મ થયું નથી. પ્રદર્શનકારી હોંગકોંગમાં વધુ લોકતાંત્રિક અધિકારોની ફરીથી માંગણી કરી રહ્યાં છે.

કોણ છે પ્રદર્શનકારીઓના નેતા?

જોશુઆ વૉન્ગ ચી-ફંગ હોંગકોંગમાં લોકતંત્ર સ્થાપિત કરનાર પાર્ટી ડેમોસિસ્ટોના મહાસચિવ છે. રાજકારણમાં આવતા પહેલાં તેમણે એક સ્ટુડન્ટ ગ્રૂપ સ્કોલરિઝમની સ્થાપના કરી હતી. વૉન્ગ 2014ની સાલમાં પોતાના દેશમાં આંદોલન છોડવાના લીધે દુનિયાની નજરમાં આવ્યા અને પોતાની અંબ્રેલા મુવમેન્ટના લીધે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટાઇમ મેગેઝીનના નામે વર્ષ 2014ના સૌથી પ્રભાવિત કિશોરોમાં સામેલ કર્યા. પછી 2015ની સાલમાં ફોર્ચ્યુન મેગેઝીને તેમને ‘દુનિયાના મહાનતમ નેતાઓ’માં સામેલ કર્યા. વૉન્ગની અંદાજે 22 વર્ષની ઉંમરમાં 2018માં નોબેલ પીસ પ્રાઇઝ માટે રજીસ્ટર્ડ થયો હતો.

વૉન્ગના તેમના બે સાથી કાર્યકર્તાઓની સાથે ઑગસ્ટ 2017મા ધરપકડ કરીને જેલ મોકલી દીધા હતા. તેના પર આરોપ હતો કે 2014ની સાલમાં સિવિક સ્કવૈયર પર કબ્જામાં તેમની ભૂમિકા રહી હતી. પછી જાન્યુઆરી 2018મા પણ તેમને 2014ના વિરોધ પ્રદર્શન બાબતમાં જ ધરપકડ કરાઇ.

આ વીડિયો પણ જુઓ – વાયરલ વીડિયોના દિવ્યરાજસિંહ ઝાલા સાથે સંદેશ ન્યૂઝે વાત કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન