Who is Madalasa Shrma, know about Mithun Chakraborty's daughter in law
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • કોણ છે મદાલસા, જેણે રેપનો આરોપ હોવા છતાં મિથુનના દીકરા સાથે લગ્ન કર્યાં

કોણ છે મદાલસા, જેણે રેપનો આરોપ હોવા છતાં મિથુનના દીકરા સાથે લગ્ન કર્યાં

 | 3:39 pm IST

મિથુન ચક્રવર્તીના દીકરા મિમોહ ચક્રવર્તીએ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ મદાલસા સાથે બે દિવસ પહેલા જ લગ્ન કર્યાં છે. મદાલસા અને મિમોહના લગ્ન એટલા માટે ચર્ચામાં આવ્યા હતા કે, મિમોહ પર એક ભોજપુરી એક્ટ્રેસે રેપનો આરોપ લગાવ્યો હતો. જેમાં મિમોહની ધરપકડની પૂરેપૂરી શક્યતાઓ હતી. બંનેના લગ્ન એક ખાનગી જગ્યા પર યોજાયા હતા, અને ગઈકાલે તેમના લગ્નની તસવીરો બહાર આવી હતી. ત્યારે તમને એ જાણવાની ઉત્સુકતા થશે જ કે, કોણ છે મદાલસા શર્મા. આજે જાણી લો તેની સાથે જોડાયેલી રોમાંચક માહિતી.

કોણ છે મદાલસા
મદાલસા શર્મા બોલિવુડ એક્ટ્રેસ છે, જેણે હિન્દીની સાથે તેલુગુ, કન્નડ, તમિલ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


મદાલસા બોલિવુડ-ટેલિવુડ એક્ટ્રેસ શીલા શર્માની દીકરી છે. શીલા બોલિવુડમાં નદીયા કે પાર, હમ સાથ સાથ હૈ, ચોરી ચોરી ચૂપકે ચૂપકે જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે.


માત્ર ફિલ્મોમાં જ મદાલસાની માતે શીલા શર્માએ એક ઈશ્ક એક જૂનુન, દિલ્લીવાલી ઠાકુર ગર્લ્સ અને માતા કી ચૌકી જેવા શોમાં પણ કામ કર્યું છે.


મદાલસાએ પોતાના કરિયરની શરૂઆત 2009માં તેલુગુ ફિલ્મ ફિટિંગ માસ્ટરથી કરી હતી.


બોલિવુડમાં મદાલસા શર્માએ 2011માં આવેલા ફિલ્મ એન્જલથી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મને કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ ડાયરેક્ટ કરી હતી. આ ઉપરાંત મદાલસાએ સમ્રાટ એન્ડ કંપની, પૈસા હો પૈસા અને દિલ સાલા સનકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

મિમોહ પર હતા રેપના આરોપ
મિમોહ અને મદાલસાના લગ્ન 7 જુલાઈના રોજ થવાના હતા. પરંતુ ભોજપુરી એક્ટ્રેસના રેપ કેસને કારણે લગ્નને ટાળવા પડ્યા હતા. આ કારણોથી લગ્ન 9 જુલાઈના રોજ થયા હતા. તેમજ પોલીસ બંદોબસ્તને કારણે લગ્નનું સ્થળ પણ બદલી દેવાયું હતું. મિમોહ પર આરોપ હતો કે, તેણે લલચાવીને ભોજપુરી એક્ટ્રેસ સાથે દુષ્કર્મ કર્યું, તેમજ તેની માતા યોગિતા બાલી અને મિમોહે તેનું જબરદસ્તીથી ગર્ભપાત કરાવ્યું હતું.