Who is Madi Sharma? Who Arranged EU Delegation’s Kashmir Visit
  • Home
  • Featured
  • કોણ છે આ મહિલા જેણે ભારતના સાંસદોને જ્યાં પરવાગની નથી ત્યાં વિદેશના 28 સાંસદોને ફેરવ્યાં

કોણ છે આ મહિલા જેણે ભારતના સાંસદોને જ્યાં પરવાગની નથી ત્યાં વિદેશના 28 સાંસદોને ફેરવ્યાં

 | 7:21 pm IST

હાલમાં વિપક્ષમાં વિદેશી સાંસદોના કાશ્મીર પ્રવાસને લઈ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ મોદી સરકારને પુછી રહી છે કે, ભારતીય સાંસદોને કાશ્મીર નથી જવા દેવામાં આવતા તો વિદેશીને જવાની મંજુરી કેમ આપી. અને આ પ્રવાસ ગોઠવનાર મહિલાનું નામ છે માડી શર્મા.

આ માડી શર્મા છે કોણ કે જે દિલ્હીમાં વડાપ્રધાન સાથે યુરોપિયન રાષ્ટ્રોના 28 સાંસદ સભ્યો ભારતમાં બોલાવી તેમની મુલાકાત કરાવી. એનાથી પણ મોટી વાત કે જ્યાં ભારતના સંસદ સભ્યોને પણ જવાની મનાઈ છે તે કાશ્મીરમાં આ 28 સાંસદ સભ્યોને ફરવા લઈ ગઈ. આર્મી હેડક્વાર્ટર પર ડિનર પણ ગોઠવ્યું. આ સવાલ દરેકનાં મનમા છે કે માડી શર્મા કોણ છે. તમામ યુરોપિયન સાંસદોને માડી શર્માના NGOએ નિમંત્રણ મોકલ્યું હતું. માડી શર્માએ જ સાંસદોને વડાપ્રધાનને મળવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

ત્યારબાદ લોકોને સવાલ થાય કે જો આટલો બધો પાવર હતો તો અત્યાર સુધી કેમ ગુમનામ હતી. આ સ્ત્રી પાસે એવું શું છે કે જે આટલું કરી શકે. આ મહિલાનું એનજીઓ બ્રિટનના નોટિંગઘમમાં રજીસ્ટર છે. સ્ટાફમાં એક જ માણસ છે, ત્યાં કોઈ ઓફીસ નથી અને વાર્ષિક બજેટ પણ 24 કરોડનું છે. એટલું જ નહી તેમનું કહેવું છે કે, સરકારે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરી દીધું છે. તો ભાજપ એમ કહી રહ્યું છે કે, કોઈ સાંસદને કાશ્મીર જવાથી રોકવામાં આવ્યા નથી.

માડી શર્મા વુમન્સ ઈકોનોમિક એન્ડ સોશ્યલ થિંક ટેક નામના NGO ની પ્રમુખ છે. બેલ્જિયમની રાજધાની બ્રેસલ્સમાં રહેતી ભારતીય મૂળની માડી શર્મા બ્રિટિશ નાગરિક છે. દાવો છે કે, માડી શર્માએ જ યૂરોપિયન યૂનિયનના સાંસદોને મેઇલ કરી આમંત્રણ આપ્યું હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 28મીએ તે પીએમ મોદી સાથે મુલાકાત કરાવશે અને પછી બધાને 29મીએ કાશ્મીરની મુલાકાત કરાવશે.  1980માં બનેલી આ સંસ્થા નિર્ગુટ દેશોના આંદોલનને લઇને સભા-સેમિનાર કરાવવાનું છે. માડી શર્માનું ટ્વિટર એકાઉન્ટ પણ છે. જેના પર ત્રણ હજાર ફોલોઅર્સ છે. માડી શર્માની વડાપ્રધાન મોદી સાથે ઘણી તસવીરો પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન