Who is Maharashtra's Next CM? Uddhav Or Aditya? Suspence
  • Home
  • Assembly Election
  • મુખ્યમંત્રી તો ઠાકરે પરિવારનો બનશે તે નક્કી પણ ઉદ્ધવ કે આદિત્ય! શિવસેના ખેલી શકે છે દાવ

મુખ્યમંત્રી તો ઠાકરે પરિવારનો બનશે તે નક્કી પણ ઉદ્ધવ કે આદિત્ય! શિવસેના ખેલી શકે છે દાવ

 | 6:05 pm IST

મહારાષ્ટ્રમાં બિનભાજપી સરકાર બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે. શિવસેના-કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સરકાર બનાવવાને લઈને લગભગ સહમતી સધાઈ ગઈ છે. હવે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેમાંથી કોણ મુખ્યમંત્રીએ બનશી તે તસવીર હજી સુધી સ્પષ્ટ થઈ શકી નથી.

જોકે શિવસેનાએ આદિત્ય ઠાકરેને આગળ વધારી ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપ સાથે સંબંધો તુટતા કોંગ્રેસ અને એનસીપી જેવા રાજકીય દળો સાથે મળીને સરકાર બનાવી રહી છે. શરદ પવાર જેવા રાજનેતા સાથે તાલ બેસાડવો અને ભાજપ જેવા મજબુત વિપક્ષનો સામનો કરવો એ એક મોટો પડકાર હશે. 

આવી રીતે બની સહમતિ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર સરકાર બનાવવાને લઈને શિવસેના-કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. ત્રણેય પક્ષ વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામને લઈને સહમતિ બની ગઈ છે. આ ફોર્મ્યુલા અંતર્ગત શિવસેનાને પૂરા પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી પદ મળશે, જ્યારે કોંગ્રેસ અને એનસીપીનો એક એક ડેપ્યુટી સીએમ રહેશે. આ ઉપરાંત મંત્રીમંડળમાં એનસીપીને 14, કોંગ્રેસને 12 મંત્રીપદ મળશે. તો શિવસેનાના મુખ્યમંત્રીપદ ઉપરાંત 14 મંત્રી બનાવવાને લઈને સહમતિ સધાઈ છે.

શિવસેનાએ આદિત્ય ઠાકરેના નામે વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેને ધ્યાનમાં રાખીને આદિત્યને મુંબઈની વરલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. પરંતુ ચૂંટણી પરિણામો બાદ મુખ્યમંત્રી પદને લઈને શિવસેનાનું ભાજપ સાથે વાંકુ પડતા 30 વર્ષ જુનુ ગઠબંધન ભાંગી પડ્યું અને કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવવા જઈ રહી છે. આ સ્થિતિમાં કોંગ્રેસ અને એનસીપી આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા સહમત થાય તેવી શક્યતા ખુબ ઓછી છે.

આદિત્ય સામે આ પડકાર

એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના કેટલાક ખંધા રાજકારણીઓ સાથે સામંજસ્ય સાધવુ આદિત્ય ઠાકરે માટે સરળ નહીં હોય. તો બીજી બાજુ ભાજપ જેવા આક્રમક અને મજબુત વિપક્ષનો સામનો કરવો પણ આદિત્ય ઠાકરે માટે એક મોટો પડકાર હશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર છે તો રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ પાસે રાજ્યમાં સૌથી વધારે 105 ધારાસભ્યો સાથેનો મજબુત વિપક્ષ છે. જેથી આદિત્ય ઠાકરે માટે પોતાના સહયોગીઓની સાથો સાથ વિપક્ષ સાથે તાલમેલ બેસાડવો પણ એક મોટો પડકાર હશે.

શિવસેના ખેલી શકે છે આવો દાવ

આ સ્થિતિમાં શિવસેના આદિત્ય ઠાકરેના બદલે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાનો દાવ ખેલી શકે છે. જોકે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે તો ભાજપને સવાલ ઉભા કરવાની પણ તક મળી જશે કે, તેમણે ગઠબંધન પોતાની રાજકીય લાલચના કારણે તોડ્યું હતું.

પહેલીવાર જ ઠાકરે પરિવાર કિંગમેકરની ભૂમિકા છોડીને સીધા સત્તા પોતાના હાથમાં લેશે. જેથી ઠાકરે પરિવાર પર વિપક્ષ સીધા જ અને વેધલ સવાલ કરી શકે છે. જેનાથી ‘માતોશ્રી’ના રૂતબામાં પણ ઘટાડો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન