Who will be the next prime minister?
  • Home
  • World
  • કોણ બનશે પાકિસ્તાનના વડાપ્રધાન? યાદીમાં આ નામો સૌથી આગળ

કોણ બનશે પાકિસ્તાનના વડાપ્રધાન? યાદીમાં આ નામો સૌથી આગળ

 | 2:18 pm IST

પાકિસ્તાનમાં 25મી જુલાઈના રોજ થનાર સામાન્ય ચૂંટણી પહેલાં ચાલી રહેલ ઉથલપાથલે રાજકીય સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાંખ્યા છે. ભ્રષ્ટાચારના મામલામાં દોષિત અને જેલની સજા કાપનાર નવાઝ શરીફની રાજકીય કેરિયર ખત્મ માનવામાં આવી રહી છે પરંતુ પ્રશ્ન ઉઠયા છે કે પાકિસ્તાન કોને પોતાના આગળના વડાપ્રધાન તરીકે પસંદ કરશે? આ ચૂંટણીમાં જે પાર્ટીઓ લડી રહી છે તેમાં પીપીપી, પીટીઆઈ, અને પીએમએલ-એન સૌથી મોટી પાર્ટીઓ છે. શકય છે કે આ પાર્ટીના કોઇ નેતા વડાપ્રધાન પણ બનશે. ચાલો તો એક નજર કરીએ આ પાર્ટીઓના વડાપ્રધાન પદના ઉમેદવાર પદ પર…

શહબાજ શરીફ (પીએમએલ-એન) : 2013થી સત્તામાં બનેલ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પાર્ટી જો આ વખતે પણ ચૂંટણી જીતે છે તો તેમને અયોગ્ય ગણાવી પૂર્વ પીએમ નવાઝ શરીફના ભાઈ શહબાજ શરીફને વડાપ્રધાન બનાવી શકાય છે. શહબાજ દેશના સૌથી મોટા પ્રાંત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂકયા છે અને ત્યાં તેમની છબી એક સારા પ્રશાસકની છે. નવાઝને પદ પરથી હટાવ્યા બાદ તેમને પાર્ટીની કમાન સોંપાઇ છે.

બિલવાલ અલી ભુટ્ટો (પીપીપી): ભુટ્ટો પરિવારના વારસાદ બિલાવલ અલી ભુટ્ટો પાકિસ્તાનના યુવા નેતા છે. ઓક્સફર્ડમાંથી અભ્યાસ કરેલ 29 વર્ષના બિલાવલ પહેલી વખત આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે કેમ્પેનિંગ કરી રહ્યાં છે. ગૈલપના એક સર્વેમાં તેમની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને દેશની ત્રીજીસૌથી લોકપ્રિય પાર્ટી ગણાવી હતી. આ સર્વેમાં પીએમએલ-એન ને પહેલો નંબર અને પીટીઆઈને બીજો નંબર આપ્યો હતો. બિલવાલ માટે આ ચૂંટણી પરીક્ષા માનવામાં આવી રહી છે.

ઇમરાન ખાન (પીટીઆઈ): ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાન પાકિસ્તાન-તહરીક-એ-ઇંસાફ પાર્ટીના પ્રમુખ છે અને હાલ વડાપ્રધાન પદના સૌથી મજબૂત ઉમેદવાર માનવામાં આવી રહ્યાં છે. ઇમરાન ખાને 2014ની સાલમાં નવાઝ શરીફ સરકારની વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપોને લઇ પ્રદર્શન કર્યા હતા અને રાજીનામાંની માંગણી કરી હતી. છેલ્લાં પાંચ વર્ષથી પીટીઆઈ ખૈબર પુખ્તુનવા પ્રાંતમાં સરકાર ચાલી રહી છે. પોતાના હરિફોની સરખામણીમાં ઇમરાન ખાન સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચા મનાય છે. ઇમરાન ખાન ગરીબોના ઘર, વીજળી પુરવઠો, શિક્ષણ, અને સ્વાસ્થ્ય સર્વિસીસની સ્થિતિ સુધારવા અને સરકારમાં ભ્રષ્ટાચાર પર કાર્યવાહી જેવા વચનોની સાથે ચૂંટણી લડી રહ્યાં છે, જે પાકિસ્તાનની બદતર સ્થિતિનું સૌથી મોટું કારણ છે.