Who is Reuben Singh Indian Origin London based Businessman buys 6 Rolls Royce Car
  • Home
  • Featured
  • એ ભારતીય જેને એકસાથે ખરીદી 6 મોંઘીદાટ રોલ્સ રોયસ કાર, CEO પોતે ચાવી આપવા આવ્યા

એ ભારતીય જેને એકસાથે ખરીદી 6 મોંઘીદાટ રોલ્સ રોયસ કાર, CEO પોતે ચાવી આપવા આવ્યા

 | 4:52 pm IST

રોલ્સ-રોયસ કારને દુનિયાની સૌથી મોંઘી કારોમાંની એક માનવામાં આવે છે. તેને ખરીદવીએ ખરેખર ગૌરવની વાત માનવામાં આવે છે. કારણ કે આ કાર ખરીદવા માટે માત્ર પૈસા હોવા જ જરૂરી નથી પણ એક સ્ટેટસ હોવું અનિવાર્ય છે. કંપની ગમે તેને આ કાર વેચતી નથી. પરંતુ બ્રિટનમાં રહેતા એક ભારતીય મૂળના વ્યાપારીએ તો કંઈક એવું કરી બતાવ્યું છે કે જેની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. આ વ્યક્તિનું નામ છે રૂબેન સિંહ, જેમણે એક નહીં પણ 6 મોંઘીદાટ રોલ્સ-રોયસ કાર એકસાથે ખરીદી છે. એટલું જ નહીં આ સાથે જ તેમની પાસેનો રોલ્સ-રોયસ કારના કાફલાનો આંક 15નો થઈ ગયો છે. 

     

રૂબેને સિંહે રોલ્સ-રોયસની નવી 6 કાર ખરીદવા માટે 50 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તેમાં 3 લક્ઝરી ફેંટમ સેડાનનો સમાવેશ થાય છે જ્યારે એક તાજેતરમાં જ લોંચ થયેલી એસયૂવી કલિનન છે. તેમની નવી કારોના ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં ભારે ધૂમ મચાવી રહ્યાં છે. રૂબેન સિંહ ગયા વર્ષે જ ચર્ચામાં આવ્યા હતાં. તેમણે સાત દિવસમાં જુદા જુદા રંગની પાઘડી પહેરી રોલ્સ-રોયસ કાર સાથેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતાં.

સિંહે પોતાની આ નવી 6 લક્ઝરી ગાડીઓના કલેક્શનને Jewels collection by Singh નામ આપ્યું છે. સિંહની આ ગાડીઓના રંગ માણિક, પન્ના અને નીલમથી પ્રભાવીત છે. માટે તેની Jewels એટલે કે ઘરણું નામ આપવામાં આવ્યું છે. પરંતુ રૂબેલ સિંહ આટલાથી જ સંતુષ્ઠ નથી. તેઓ કહે છે કે, તમારામાં હંમેશાં કંઈક મેળવવાની ભુખ હોવી જોઈએ.

રૂબેન સિંહને ‘બ્રિટનના બિલ ગેટ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયર સાથે કામ પણ કરી ચક્યા છે. સિંહ બ્લેયર સરકારમાં નાના વ્યાપારીઓ એન પ્રતિસ્પર્ધી પરિષદમાં સલાહકાર પેનલના સભ્ય રહી ચુક્યા છે.

રૂબેન સિંહ પાસે રોલ્સ-રોયસ ઉપરાંત બુગાડી વેરૉનમ પોર્શ 918 સ્પાઈડર, પગાની હુયરા, લેમ્બોર્ગિની હુરાકન અને ફેરારી એફ 12 બર્લિનટાટા ક્લાસની (દુનિયામાં માત્ર એક) જેવી મોંઘીદાટ અને લક્ઝરી ગાડીઓ પણ છે.

રસપ્રદ વાત એ છે કે, એકસાથે 6 રોલ્સ-રોયસ કાર જ્યારે ખરીદવામાં આવીએ ત્યારે રોલ્સ-રોયસ કંપનીના સીઈઓ ટોર્સ્ટન મુલર એટવોસ પોતે રૂબેન સિંહને કારની ચાવીઓ આપવા આવ્યા હતાં. રોલ્સ-રોયસની એસયૂવી કલીનનને તાજેતરમાં જ ભારતમાં લોંચ કરવામાં આવી હતી જેની કિંમત 6.95 કરોડ રૂપિયા છે.

રૂબેન સિંહ એક કૉલ સેંટર કંપની ‘ઑલડેપીએ’ અને પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ ‘ઈશર કેપિટલ’ના સીઈઓ છે. તેઓ નેશનલ લિવિંગ વેજના એડવોકેટ પણ છે. રૂબેનનો જન્મ કેનેડામાં થયો હતો. તેમના પૂર્વજો ભારતીય છે. સિંહના પિતા કેનેડામાં ઈમ્પોર્ટનો વ્યાપાર ધરાવતા હતાં. 1970ના દયકામાં તેમનો પરિવાર લંડન શિફ્ટ થઈ ગયો હતો.

રૂબેન સિંહે પોતાનો પહેલો બિઝનેશ એક રિટેલ ચેન ‘મિસ એટિટ્યૂટ’ના નામે શરૂ કર્યો હતો. 1995માં તેમણે પહેલો સ્ટોર ખોલ્યો હતો. થોડા જ વર્ષોમાં બ્રિટનમાં તેમના 100થી વધારે સ્ટોર ખુલી ગયા હતાં. 1999માં તેમણે આ બિઝનીસ અન્ય કંપનીને વેચી માર્યો હતો. આ ડીલ વતી તેમને 22 મિલિયન યૂરો મળ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન