PM મોદીની નજીક મનાતા આત્મહત્યા કરનાર ભૈયુજી મહારાજ કોણ હતા? - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PM મોદીની નજીક મનાતા આત્મહત્યા કરનાર ભૈયુજી મહારાજ કોણ હતા?

PM મોદીની નજીક મનાતા આત્મહત્યા કરનાર ભૈયુજી મહારાજ કોણ હતા?

 | 3:27 pm IST

આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજે ઇન્દોરમાં પોતાના જ ઘરે ગોળી મારી દીધી. તેમને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરાયા, પરંતુ તેમનું મોત થઇ ગયું. તેમણે થોડાંક મહિના પહેલાં જ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ સરકારે રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો.

1968મા જન્મેલા ભૈયુજી મહારાજનું અસલી નામ ઉદયસિંહ દેશમુખ છે. તેઓ શુજાલપુરના જમીનદાર પરિવારના છે. ભૈયુજી મહારાજ ગૃહસ્થ જીવનમાં રહેનાર સંતની જિંદગી જીવતા હતા. તેમની એક દીકરી કુહુ છે. જે મોટાભાગે ટ્રેક સુટમાં પણ જોવા મળે છે. તાજેતરમાં જ તેઓએ ગ્વાલિયરની ડૉ.આયુષી શર્મા સાથે બીજીવખત સાત ફેરા લીધા બાદ ચર્ચામાં આવ્યા હતા. એક સમયે મોડલિંગ કરનાર સંતના દેશભરમાં લાખો માનનારા છે. તેમને હાઇપ્રોફાઇલ સંત પણ કહેવાય છે. તેનું પાછળનું કારણ તેમના સંપર્કમાં દેશના દિગ્ગજ નેતાઓ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, મનસેના રાજ ઠાકરે, લતા મંગેશકર, આશા ભોંસલે, અનુરાધા પૌડવાલ સહિત કેટલીય હસતીઓ તેમની સાથે જોડાયેલી છે.

ભૈયુજી મહારાજ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે 2011મા અન્ના હજારેના અનશનને ખત્મ કરવા માટે તત્કાલીન કેન્દ્ર સરકારે તેમને પોતાના દૂત બનાવીને મોકલ્યા હતા. ત્યારબાદ જ અન્નાએ તેમના હાથથી જ્યુસ પીને ઉપવાસ તોડ્યા હતા.

બીજબાજુ પીએમ બન્યા તે પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સદભાવના ઉપવાસ પર બેઠા હતા. ઉપવાસને તોડવા માટે તેમણે ભૈયુજી મહારાજને આમંત્રિત કર્યા હતા.

ભૈયુજી મહારાજ ગ્લોબલ વોર્મિંગથી પણ ચિંચિત હતા. આથી તેઓ ગુરૂ દક્ષિણાના નામ પર એક વૃક્ષ લગાવાનું કહેતા હતા. અત્યાર સુધીમાં તેમણે 18 લાખ વૃક્ષો વવાવ્યા હતા. આદિવાસી જિલ્લાઓ દેવાસ અને ધારમાં તેમણે અંદાજે 1000 તળાવ ખોદાવ્યા. તેઓ નારિયેળ, શૉલ, ફૂલમાળા પણ સ્વીકારતા નહીં.

ભૈયુજી મહારાજનો સદગુરૂ દત્ત ધાર્મિક ટ્રસ્ટ નામનું ટ્રસ્ટ પણ ચલાવ્યું છે. પોતાના ટ્રસ્ટ દ્વારા તેઓ સ્કોલરશિપ આપે છે. કેદીઓના બાળકોને ભણાવે છે. ખેડૂતોને બિયારણ મફત આપે છે. મર્સિડીઝ જેવી મોંઘી ગાડીઓમાં ફરનાર ભૈયુજી મહારાજ રોલેક્સ બ્રાન્ડની ઘડિયાળ પહેરતા હતા. આલીશાન ભવનમાં રહે છે.