IPL Auction 2021: જાણો કોણ છે SRHના ટેબલ પર જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ, જૂઓ તસવીરો

આઈપીએલ હરાજી 2021 (IPL Auction 2021)માં ફ્રેન્ચાઇઝી વચ્ચે ઘણા ખેલાડીઓને ખરીદવાને લઈને લડાઇ જોવા મળી. ક્રિસ મોરિસ અને ગ્લેન મેક્સવેલે મોટી રકમ મેળવીને ચર્ચામાં રહ્યા, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની મિસ્ટ્રી ગર્લએ તમામ ક્રિકેટ ફેન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. ચાલો અમે તમને જણાવીએ કે તે કોણ છે અને હરાજી દરમિયાન તે શા માટે ત્યાં હતી. આઈપીએલ હરાજી 2021માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે બોલી લગાવનારી આ મિસ્ટ્રી ગર્લનું નામ છે કાવ્યા મારન. કવ્યા મારન પ્રખ્યાત ઉદ્યોગપતિ કલાનિધિ મારનની પુત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દયાનિધિ મારનની ભત્રીજી છે. કાવ્યાના પિતા કલાનિધિ સન ગ્રુપના માલિક છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પર પણ આ કંપનીનો માલિકી હક છે. તો જૂઓ આ મિસ્ટ્રી ગર્લની ખૂબસુરત તસવીરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન