Who Is Swami Nithyananda?
  • Home
  • Featured
  • અમદાવાદના આશ્રમમાંથી યુવતી ગુમ, ગાયને સંસ્કૃત શીખવાડવાની ડંફાસો મારતા નિત્યાનંદ સ્વામી કોણ?

અમદાવાદના આશ્રમમાંથી યુવતી ગુમ, ગાયને સંસ્કૃત શીખવાડવાની ડંફાસો મારતા નિત્યાનંદ સ્વામી કોણ?

 | 11:19 am IST

દક્ષિણ ભારતના લંપટ બાબા સ્વામી નિત્યાનંદે તેમના અમદાવાદ આશ્રમના કૌભાંડને કારણે ફરી વિવાદમાં છે. નિત્યાનંદ સ્વામી વિચિત્ર દાવાઓ કરવા માટે જાણીતો છે. અમદાવાદનાં હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદના મધપૂડામાં સપડાયો છે. નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે તેણે થોડાક સમય પહેલાં કરેલા દાવા અંગે જાણીને તમને નવાઇ લાગશે. નિત્યાનંદે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે હું ગાયને તામિલ અને સંસ્કૃત બોલવાનું શીખવી શકું છું. પોતાના પ્રવચન દરમ્યાન દાવો કર્યો હતો કે તેમના ભાષણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

નિત્યાનંદે જણાવ્યું હતું કે કે, વાંદરા અને ગાય જેવા પ્રાણીઓનાં શરીરમાં મનુષ્યની જેમ અંગો નથી હોતા. હું આધ્યાત્મ દ્વારા પ્રાણીઓના શરીરમાં આ અંગો ઉત્પન કરાવવા સક્ષમ છું. હું આ બાબતને વૈજ્ઞાનિક રીતે પણ સાબિત કરી શકું છું. આ પ્રયોગ સંબંધિત સોફ્ટવેરના ટેસ્ટિંગ બાદ જ હું આ વાત જણાવી રહ્યો છું. મારી આ વાતને તમે રેકોર્ડ કરી શકો છો. હું એક વર્ષની અંદર આ વાતને સાબિત કરીને બતાવીશ. હું વાંદરા, સિંહ અને વાઘ માટે બોલવાની નળી (વોકલ કોર્ડ) તૈયાર કરી બતાવીશ. ટૂંક સમયમાં તેઓ તેવી ગાય સામે લાવશે, જે તમિલ અને સંસ્કૃત ભાષામાં વાત કરશે. આ અગાઉ નિત્યાનંદ દાવો કરી ચૂકયા છે કે તેઓ માત્ર ધ્યાન કરી મોટા મોટા રોગની સારવાર કરી શકે છે.

2010મા સેક્સ સીડી કાંડને લઇ ચર્ચામાં

સ્વામી નિત્યાનંદ વર્ષ 2010ની સાલમાં સેકસ સીડી કાંડના લીધે ચર્ચામાં આવ્યા હતા. સાધનાની આડમાં સેકસ રેકેટ ચલાવવાના આરોપમાં કર્ણાટક હાઇકોર્ટે નિત્યાનંદની તે દલીલ ફગાવી દીધી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની અને અભિનેત્રી વચ્ચેનો શારીરિક સંબંધ સહમતિથી બંધાયો હતો. કોર્ટે નિત્યાનંદ અને અન્ય વિરુદ્ઘ આરોપો નક્કી કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ સ્વામીના સહયોગીઓએ અરજી કરી કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.

ઉજૈજન કુંભમાં નિત્યાનંદરે એવી ચાલાકી કરી કે પંડાલ બાંધનારને રડવાના દિવસો આવી ગયા હતા
ઉજ્જૈનમાં સિંહસ્થના મેળામાં સાધુ-મહાત્માઓ આવીને ક્ષિપ્રા સ્નાન કર્યું અને ધર્મ-પતાકાઓ ફેરવી હતી. અહીં કેટલાંક નિત્યાનંદ સ્વામીએ પોતાના વૈભવનું અશ્લીલ પ્રદર્શન કર્યાના પણ આરોપ મૂકાયા હતા. તેમણે ભવ્યાતિભવ્ય પંડાલ બનાવ્યા બાદ તેની કામગીરી કરનાર કામદારોને 20થી25 ટકા નાણાં ચૂકવીને છૂ થઇ ગયા હતા.

કોણ છે સ્વામી નિત્યાનંદ

સ્વામી નિત્યાનંદનો જન્મ 1 જાન્યુઆરી, 1978ના રોજ તમિલનાડુના થિરુનામલાઈમાં થયો છે. પરંતુ અમેરિકન વીઝા પ્રમાણે તેમનો જનમ 13મી માર્ચ 1977ના રોજ થયો હતો. 12 વર્ષની ઉંમરમાં નિત્યાનંદે દાવો કર્યો કે અન્નામલઇ સ્વામીએ તેમને ધ્યાનની વિધિ શીખવાડી છે. નિત્યાનંદ નાની ઉંમરમાં જ સંન્યાસી થઈ ગયા હતા, ત્યારબાદ તેમણે તેમની એક સંસ્થા બનાવી જેનું નામ ધ્યાનપીતમ છે. નિત્યાનંદ દાવો કરે છે કે તેઓ જે પણ યોગ શિખવાડે છે તે અદ્વૈત વેદાંત, ભક્તિ, યોગ, ધ્યાન અને ક્રિયાઓ પર આધારિત છે. શિવ સૂત્ર , જૈન સૂત્ર , બ્રાહ્મણ સૂત્ર, પતંજલિના યોગ સૂત્ર, ભાગવતગીતા અને ઉપનિષદના મતે તેઓ પોતાના ભકતોને જ્ઞાન આપે છે.

આ વીડિયો પણ જુઓ – નિત્યાનંદ આશ્રમ હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન