જાણો કોણ છે સૌથી પહેલી ફાર્માસ્યુટિકલ કંપનીના સ્થાપક - Sandesh
  • Home
  • Kids Corner
  • જાણો કોણ છે સૌથી પહેલી ફાર્માસ્યુટિકલ કંપનીના સ્થાપક

જાણો કોણ છે સૌથી પહેલી ફાર્માસ્યુટિકલ કંપનીના સ્થાપક

 | 8:34 pm IST

પ્રફુલ્લચંદ્ર રાયનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૮૬૧માં થયો હતો.રસાયણ વિજ્ઞાનમાં તેમનું અનન્ય પ્રદાન છે. તેઓ વૈજ્ઞાનિક અને ઉદ્યોગપતિની સાથે એક સારા શિક્ષક પણ હતા.

તેમનો જન્મ રુરલીમાં થયો હતો, જે હાલ બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં આવેલ છે.

ધ રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી દ્વારા તેમને રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે અનન્ય પ્રદાન બદલ રસાયણ વૈજ્ઞાનિક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે બંગાળ કેમિકલ અને ફાર્માસ્યુટિકલની સ્થાપના કરી હતી, જે ભારતની સૌ પ્રથમ ફાર્માસ્યુટિકલ કંપની હતી.

પ્રફુલ્લચંદ્ર રાયના પિતા જમીન લે-વેચનો બિઝનેસ કરતા હતા. તેમણે નવ વર્ષ સુધી તેમના શહેરમાં જ અભ્યાસ કર્યો ત્યાર પછી તેઓ કલકત્તા આવીને વસ્યા.

ઈ.સ. ૧૮૮૯માં તેઓ કલકત્તા ખાતે કેમેસ્ટ્રીના આસિ. પ્રોફેસર તરીકે જોડાયા.

તેમણે વિજ્ઞાન વિષય માટે એડનબર્ગ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી.

૧૯૨૪માં તેમણે કેમેસ્ટ્રી સ્કૂલની સ્થાપના કરી હતી.૧૯૧૬માં પ્રફુલ્લચંદ્ર રાય પ્રેસિડન્સી કોલેજમાંથી રિટાયર થયા ત્યાર બાદ તેમણે કલકત્તા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયન્સ સાથે જોડાયા. તેઓ પલિત પ્રોફેસર ઓફ કેમેસ્ટ્રી તરીકે જાણીતા થનાર પ્રથમ વ્યક્તિ હતા.ળ

તેમના નામ પર કલકત્તામાં આચાર્ય પ્રફુલ્લચંદ્ર કોલેજ, પ્રફુલ્લચંદ્ર કોલેજ અને આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાય પોલિટેક્નિક કોલેજ છે.

૧૯૨૩માં બાંગ્લાદેશમાં આવેલા પૂરમાં લાખો લોકો બેઘર થયા હતા. ભૂખ્યા અને બેઘર લોકો માટે પ્રફુલ્લચંદ્ર રાયે બંગાળ રિલીફ કમિટીની સ્થાપના કરી, જેમાં તેમણે આર્િથક ભંડોળ ઊભું કર્યું અને અસરગ્રસ્ત વિસ્તારમાં સહાયતા પૂરી પાડી હતી. તેઓ નિયમિત રીતે બ્રહ્મ સમાજ, બ્રહ્મ ગર્લ્સ સ્કૂલ અને ઇન્ડિયન કેમિકલ સોસાયટીમાં આર્િથક સહાય આપતા.

તેમણે કેમેસ્ટ્રીમાં ૧૦૭થી વધુ રિસર્ચપેપર રજૂ કર્યાં છે. તેઓ બંગાળનાં ઘણાં બધાં મેગેઝિનમાં લખતા. આ ઉપરાંત તેમણે ૧૯૩૨માં તેમના જીવનના અનુભવો અને કેમેસ્ટ્રીનું વિશેષ જ્ઞાન તેમની આત્મકથા ‘લાઇફ એન્ડ એક્સપિરિયન્સ ઓફ અ બંગાળી કેમિસ્ટ’માં પ્રકાશિત કર્યાં, જેની બીજી આવૃત્તિ ૧૯૩૫માં પ્રકાશિત કરી હતી. વિજ્ઞાન ક્ષેત્રમાં તેમના વિશેષ પ્રદાન માટે આજે પણ ભારતના મહાન વૈજ્ઞાનિકોમાં પ્રથમ હરોળમાં તેમનું નામ લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન