કોણે કરી ૩-ડી ગ્લાસીસની શોધ - Sandesh
  • Home
  • Kids Corner
  • કોણે કરી ૩-ડી ગ્લાસીસની શોધ

કોણે કરી ૩-ડી ગ્લાસીસની શોધ

 | 12:08 am IST

૩-ડી ગ્લાસીસ તમારી કલ્પનાઓને પાંખ આપે છે. ૩-ડી ચશ્માં પહેરીને તમે પડદા પરનું દૃશ્ય  ત્રણ પરિમાણો (લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ)માં જોઈ શકો છો.  અગાઉ કરતાં આજના ૩-ડી ગ્લાસ વધારે રોમાંચની અનુભૂતી કરાવે છે. પણ એક સવાલ તો જરૂર ઊઠતો હશે કે આ ૩-ડી ગ્લાસની શોધ કોણે કરી અને ક્યારે કરી? વર્ષોથી ચાલી આવતા ૩-ડી ગ્લાસનો ઉપયોગ હાલના સમયમાં તો ખૂબ પ્રચલિત બન્યો છે, પરંતુ સૌથી પહેલી વાર ૧૮૩૮માં ચાર્લ્સ વ્હીટસ્ટોને સ્ટીરિયોપ્સિસના સિદ્ધાંતનો ઉપયોગ કરી પ્રથમ ૩-ડી ગ્લાસ બનાવ્યો હતો. જેનું નામ સ્ટીરિઓસ્કોપ રાખવામાં આવ્યું હતું. ૩-ડી ગ્લાસીસમાં મોટેભાગે લાલ અને વાદળી રંગનો ઉપયોગ થાય છે. પહેલી સાર્વજનિક ૩-ડી ફિલ્મ ૧૯૨૨માં આવેલી ધ પાવર ઓફ લવ હતી. જેને જોવા માટે લાલ અને વાદળી રંગના ગ્લાસવાળાં ચશ્માંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૫૦ની સાલથી ૩-ડી ફિલ્મો ચલણમાં આવી અને ધીરે ધીરે તેનો પ્રસાર થયા બાદ હવે તો હોલીવૂડની ટોચની ઘણી ખરી કાર્ટૂન ફિલ્મો ૩ડી ફોર્મેટમાં બનવા લાગી છે.