WHO On Russia's Claim To Prepared First Corona Vaccine Of The World
  • Home
  • Corona
  • રશિયાએ કોરોના વેક્સિન બનાવીને આપ્યા ખુશખબર, પરંતુ WHOએ કહ્યું એવું કે દુનિયા થશે નિરાશ

રશિયાએ કોરોના વેક્સિન બનાવીને આપ્યા ખુશખબર, પરંતુ WHOએ કહ્યું એવું કે દુનિયા થશે નિરાશ

 | 4:04 pm IST

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એ જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે કે તેમના દેશે કોરોના વાયરસની વેક્સિન બનાવી લીધી છે. રશિયા ઑક્ટોબર મહિનાથી કોરોના વાયરસની વેક્સિનનું ઉત્પાદન શરૂ કરવા જઇ રહ્યું છે. વ્લાદિમીર પુતિને કહ્યું કે આ દુનિયાની પહેલી સફળ કોરોના વેક્સિન છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયથી પણ વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. વ્લાદિમીર પુતિને પોતાની દીકરીને પણ આ વેક્સિન લગાવવાની વાત કરી છે.

ઉત્પાદનની સાથે સાથે વેક્સિનના ફેઝ-3નો ક્લિનિકલ ટ્રાયલ 

આ વેક્સિનને રશિયાની ગામેલ્યા ઇન્સ્ટીટ્યૂટે ડેવલપ કરી છે. પુતિને જાહેરાત કરી છે કે રશિયામાં જલદી આ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. ફિલીપિન્સના રાષ્ટ્રપતિએ પણ રશિયાની કોરોના વેક્સિન પર ભરોસો વ્યક્ત કર્યો છે. રસપ્રદ વાત એ છે કે રશિયાએ ખુદ કહ્યું છે કે ઉત્પાદનની સાથે સાથે વેક્સિનના ફેઝ-3નો ક્લિનિકલ ટ્રાયલ ચાલું રહેશે. રશિયાના વેક્સિન બનાવવાના દાવાથી જ્યાં એક તરફ ખુશી છે, તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પહેલા જ આને લઇને શંકા વ્યક્ત કરી ચુક્યુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રશિયાને વેક્સિન ઉત્પાદન માટે બનાવવામાં આવેલી ગાઈડલાઇનનું પાલન કરવા કહ્યું છે.

મોટા સ્તર પર વેક્સિન કેમ્પેઈનની તૈયારી

ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવક્તા લિંડમિયરને યૂએન પ્રેસ બ્રીફિંગ દરમિયાન પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે કોઈ વેક્સિનના ફેઝ 3ના ટ્રાયલ વગર જ તેના ઉત્પાદન માટે લાયસન્સ જાહેર કરી દેવામાં આવે છે તો શું સંગઠન આને ખતરનાક ગણાવશે? રશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ ગત શનિવારના જાહેરાત કરી હતી કે તેમનો દેશ ઑક્ટોબર મહિનાથી કોવિડ-19ની વિરુદ્ધ મોટા સ્તર પર વેક્સિન કેમ્પેઇન શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ સંવાદદાતાઓને વાતચીતમાં કહ્યું હતુ કે વેક્સિન નિ:શુલ્ક હશે અને સૌથી પહેલા આ ડૉક્ટરો અને શિક્ષકોને આપવામાં આવશે.

શું કહ્યું WHOએ?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવક્તા ક્રિસ્ટિયન લિંડમિયરે કહ્યું હતુ કે, “જ્યારે પણ આવા સમાચાર આવે અથવા આવા પગલાં ઉઠાવવામાં આવે, આપણે સતર્ક રહેવું પડશે. આવા સમાચારના વાસ્તવિક અર્થે સાવધાનીથી વાંચવો જોઇએ.” ક્રિસ્ટિયન લિંડમિયરે કહ્યું કે, “અનેકવાર એવું થાય છે કે કેટલાક રિસર્ચર્સ દાવો કરે છે કે તેમણે કોઈ મહત્વપૂર્ણ શોધ કરી લીદી છે જે ખરેખર સારા સમાચાર છે, પરંતુ કોઈ શોધ કરવા અથવા વેક્સિનના અસરદાર હોવાના સંકેત મળવા અને ક્લિનિકલ ટ્રાયલના તમામ તબક્કાઓમાંથી પસાર થવામાં જમીન-આકાશનો ફરક છે. જો સત્તાવાર રીતે કંઇ થયું હોત તો યૂરોપના અમારી ઑફિસના સહયોગી જરૂર આ મુદ્દા પર ધ્યાન આપતા.”

ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહેલી વેક્સિનની યાદી તૈયાર રશિયાની વેક્સિન નથી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની વેબસાઈટ પર ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહેલી 25 વેક્સિનની યાદી તૈયાર કરી છે, જ્યારે 139 વેક્સિન અત્યારે પણ પ્રી-ક્લિનિકલ સ્ટેજમાં છે. ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં કેટલીક વેક્સિન નથી જેમાં રશિયાની વેક્સિન પણ સામેલ નથી. અત્યાર સુધી બ્રિટનની ઑક્સફોર્ડ, અમેરિકાની મોડર્ના અને ચીનની સિનોવૈક વેક્સિન ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે.

આ વિડીયો પણ જુઓ: રશિયામાં કોરોનાની રસી બનીને તૈયાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન