WHO Said Coronavirus Is Not Seasonal Infection, People Should Aware
  • Home
  • Corona
  • કોરોનાનાં કાળા કહેર વચ્ચે WHOની ચેતવણીથી દુનિયાની ચિંતા વધી, કર્યો ચોંકાવનારો ખુલાસો

કોરોનાનાં કાળા કહેર વચ્ચે WHOની ચેતવણીથી દુનિયાની ચિંતા વધી, કર્યો ચોંકાવનારો ખુલાસો

 | 10:41 am IST

કોરોના વાયરસ પર WHOએ એકવાર ફરી લોકોને ચેતવ્યા છે. WHOનું કહેવું છે કે લોકોએ કોઇપણ પ્રકારનાં ભ્રમમાં ના રહેવું જોઇએ કે કોરોના વાયરસ એક મોસમી બીમારી છે જે ઋતુ બદલાતા ઓછી થઈ જશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પ્રવક્તા માર્ગરેટ હૈરિસે એક વર્ચ્યુઅલ બ્રીફિંગમાં કહ્યું કે કોરોના વાયરસ મહામારી એક મોટી લહેર છે. હૈરિસે ઉત્તર ગોળાર્ધમાં ગરમીનાં હવામાનમાં આ વાયરસને લઇને કોઈપણ પ્રકારની લાપરવાહી ના કરવાની ચેતવણી આપી છે.

આ વાયરસ માણસોનાં નિયંત્રણની બહાર 

હૈરિસે કહ્યું કે, કોરોના વાયરસ કોઈ સામાન્ય ઇન્ફ્લૂએન્ઝા જેવો નથી જે ઋતુ બદલવાની સાથે ઓછો થઈ જાય. WHOનાં અધિકારીઓએ હોંગકોંગમાં ફરીવાર કોવિડ-19નાં વધી રહેલા કેસોને લઇને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ માણસોનાં નિયંત્રણની બહાર છે, જો કે આપણે એક સાથે મળીને આને ફેલાતો રોકી શકીએ છીએ. હૈરિસે કહ્યું કે, “આપણે અત્યારે કોરોના વાયરસની પહેલી લહેરનો સામનો કરી રહ્યા છીએ. આ એક મોટી લહેર બનવાની છે જે ઉપર-નીચે જઇ રહી છે, પરંતુ સૌથી સારી વાત એ છે કે આપણે આ કર્વને ફ્લેટ કરી શકીએ છીએ.”

દરેક ઋતુમાં રહે છે કોરોના

ગરમીનાં હવામાનમાં અમેરિકામાં કોરોનાનાં વધતા કેસોની તરફ ઇશારો કરતા હૈરિસે કહ્યું કે, આપણે વધારે સતર્ક અને સુરક્ષાનાં નિયમોનું પાલન કરવાની જરૂરિયાત છે. તેમણે લોકોને એક સાથે ભેગા ના થવાની પણ ચેતવણી આપી છે. હૈરિસે કહ્યું કે, લોકો અત્યારે પણ આને મોસમી બીમારી તરીકે જોઇ રહ્યા છે. આપણે બધાએ એ સમજવાની જરૂર છે કે આ એક નવો વાયરસ છે, જે અલગ રીતે વ્યવહાર કરી રહ્યો છે અને આ વાયરસ દરેક મોસમમાં રહેવાનો છે.

શ્વાસ લેવાની સમસ્યા હોય તો કોરોના વધારે ખતરનાક

હૈરિસે દક્ષિણ ગોળાર્ધમાં ઠંડી દરમિયાન સામાન્ય મોસમી ફ્લૂની સાથે COVID-19નાં વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. હૈરિસે લોકોથી ફ્લૂની વેક્સિન લગાવવાનો આગ્રહ કરતા કહ્યું છે કે, “જો તમને પહેલાથી જ શ્વાસ લેવાની બીમારી છે તો તમારા સ્વાસ્થ્ય માટે વધારે ખતરનાક થઈ શકે છે.”

આ વિડીયો પણ જુઓ: ગુરૂ-શિષ્યના સંબંધોને લજવતો કિસ્સો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન