કોણ કહે છે કે સ્ત્રીઓને કાર ચલાવતા નથી આવડતું ? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • કોણ કહે છે કે સ્ત્રીઓને કાર ચલાવતા નથી આવડતું ?

કોણ કહે છે કે સ્ત્રીઓને કાર ચલાવતા નથી આવડતું ?

 | 1:15 am IST

કવર સ્ટોરીઃ અમિતા મહેતા

કોઇ સ્ત્રી ગાડી ચલાવતી હોય ત્યારે પાછળની કાર ચલાવનાર પુરુષો કમેન્ટ કર્યા વિના ભાગ્યે જ રહે. સ્ત્રીઓ સારી ડ્રાઈવર નથી એવી સાર્વત્રિક માન્યતા છે અને એ જ કારણસર સ્ત્રીઓનાં ડ્રાઈવીંગ માટે અનેક જોક્સ કહેવાય છે, શું આ માન્યતા સાચી છે ? ક્યારેક સ્ત્રીઓ સિગ્નલ બતાવવામાં કે ઓવરટેઇક કરવામાં ગરબડ કરે છે એ બરાબર, પરંતુ એને કારણે સમગ્ર સ્ત્રી જાતિની ડ્રાઈવીંગ માટે ટીકા કરવી વાજબી નથી. કારણકે કાર રેસીંગમાં ભારતની અનેક યુવતીઓએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનું નામ બનાવ્યું છે. ડર અને જોખમને અતિક્રમીને પોતાના અદમ્ય સાહસ, મહેનત અને પ્રતિભાના બળે જીત મેળવી છે. તો ચાલો આજે આવી મહિલાઓને મળીએ…

 

ગુડગાંવની સારિકા સહરાવત ભારતની પ્રથમ પ્રોફેશનલ કાર રેસલ છે જેણે અનેક મુશ્કેલ કાર રેલીઓમાં ભાગ લીધો છે. દિલ્હી યુનિર્વિસટીમાંથી મેનેજમેન્ટની ડિગ્રી લઇને થોડો સમય નોકરી કરી પરંતુ ૨૦૦૧માં એણે મોટર સ્પોર્ટ્સ સંબંધી જાહેરાત જોઇ અને એમાં ભાગ લેવાની ઇચ્છા થઇ. ગાડી એ સારી ચલાવતી હતી અને કોમ્પિટીશનમાં ભાગ લેવાનું સાહસ હતું. સારિકા કહે છે કે મેં જ્યારે કાર રેસીંગની શરૂઆત કરી ત્યારે માત્ર એક જ છોકરી મારી સિનીયર હતી. જેને મેં બરાબર ટક્કર આપી હતી. મારા પતિ આરૂષ યુ.એસ.માં ઓટોમોબાઇલ એન્જિનીયર અને કાર ડિઝાઇનર છે. જેનો મને સારો લાભ મળ્યો.

૨૦૦૧થી અત્યાર સુધી એ લગભગ ત્રીસેક કાર રેસીંગ કોમ્પીટીશનમાં ર્ફ્સ્ટ આવી છે. જેમાં મારૂતિ, સુઝુકી, જિપ્સી અને વોક્સ વેગન જેવી કંપનીઓ દ્વારા યોજાયેલી પ્રોફેશનલ કોમ્પિટીશન ઉપરાંત ડેઝર્ટ રેલી, હિમાલયન કાર રેલી અને સમર સ્પ્રિન્ટ જેવી રેલીઓનો સમાવેશ થાય છે. સારિકા પોતાના અનુભવો શરૂ કરકતા જણાવે છે કે શરૂઆતમાં લોકો ખૂબ ડરાવતા હતા. છોકરાઓ પૂછતા કે ટાયર બદલતાં આવડે છે ? ૨૧-૨૨ વર્ષની ઉંમરે કાર રેલીઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. એકાદ ભૂલ થાય તો ભવિષ્યમાં આવું ન થાય એ માટે સ્પોન્રસ્રને સમજાવવું પણ મુશ્કેલ પડતું. ૨૦૦૩માં હિમાલયન કાર રેલી સમયે મારી કારનું બંપર તૂટી ગયું. એને હથોડાથી કાઢવું પડયું. પર્વતો પર ૧૦૦-૧૦૦ કિ.મી.ના મુશ્કેલ ટ્રેક હોય છે. મારી નેવીગેટરને બ્રીધીંગ પ્રોબ્લેમ થયો તો ઓક્સિજન સિલિન્ડર લગાવવુ પડયું. ૨૦૦૬માં બિકાનેરમાં ડેઝર્ટ રેલી દરમિયાન મારી ગાડી પલટી ગઇ હું સીટ બેલ્ટમાં બંધાયેલી હતી. મારી પાછળના ગાડીવાએ મને બહાર કાઢી ચહેરા પર અનેક સ્ટીચ આવ્યા. ચાર-પાંચ મહિના ફ્ઝિીયોથેરાપી લેવી પડી. બધાને હતું કે હવે હું ગાડી નહીં ચલાવું, પરંતુ છ મહિનામાં જ ટ્રેક પર પાછી આવી. ગયા વર્ષે ગાડીમાં આગ લાગી હતી. માંડ માંડ જીવ બચાવ્યો. ફેર્મ્યુલા વન રેસમાં ગાડીની બ્રેક ફેલ થઇ ગઇ. એયરબેગ ખુલવાથી જાન બચી. સારિકા આજે પ્રોફેશનલ રેસર છે. તેની પાસે મેચ્યોરિટી અને સાહસ છે અને ઇન્ડિયન મોટર સ્પોર્ટ્સને દુનિયાના નકશા પર મૂકવામાં એનો ફળો અગત્યનો છે.

સ્નેહા શર્મા એ ભારતની ફસ્ટેસ્ટ રેસીંગ ડ્રાઈવર છે. જે ચાર વખત ફેર્મ્યુલા નેશનલ રેસીંગ ચેમ્પિયનશીપ જીતી છે. સ્નેહા પ્રોફેશનલી ઇન્ડીગો એરલાઇન્સની પાયલોટ છે. કાર અને પ્લેન બંને એકસરખી કુશળતાથી ચલાવી જાણે છે. ૧૬ વર્ષની ઉંમરે ભણતા- ભણતા જ પહેલીવાર મુંબઇના ગો- કાર્ટીંગ ટ્રેક પર જવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ ફ્લ્ડિમાં કરિયર બનાવવા માટે પેરેન્ટ્સને રાજી કરવામાં સ્નેહાએ ઘણી મહેનત કરવી પડી હતી. થોડા જ સમયમાં એ ટ્રેક પર સૌથી ઝડપી કાર ચલાવતી થઇ ગઇ હતી.

સ્નેહા કહે છે કે ફ્લાઇંગ અને રેસીંગ બંને થ્રીલ આપે છે તેથી મેં આ ફ્લ્ડિ પસંદ કર્યું. જોખમ અને સાહસ અને ઇજા એ આ ફ્લ્ડિના ભાગ છે. એ સ્વીકારીને ડ્રાઈવીંગ પર ફેકસ કરો તો સમસ્યા ઓછી આવે છે. ર્મિસડીઝ યંગ ડ્રાઈવર રેલીમાં ૪૦૦૦ સ્પર્ધકોમાંથી હું ચોથા ક્રમે આવી હતી. એ સમયે મને ઇન્ડિયન ફસ્ટેસ્ટ લેડીનો ખિતાબ મળ્યો. પોલો અપ, નેશનલ કાર્ટીંગ ચેમ્પિયનશીપ, ફેર્મ્યૂલા રેસીંગ અને વોક્સવેગન કપ જેવી કોમ્પિટીશન હું જીતી છું. ફ્લાઈંગ અને રેસીંગ બંનેને ન્યાય આપવા માટે ટાઇમ મેનેજમેન્ટ અને ફ્ીટનેશ એ બે બાબતને મહત્વ આપુ છું. રેસીંગ એ ખૂબ જ ખર્ચાળ સ્પોર્ટ્સ છે. મારા ખર્ચા કાઢવા માટે મેં મારી ટીમના મેનેજર, ટ્રેઇનર અને ટનરનું કામ કર્યું છે. કોઇપણ ફ્લ્ડિમાં પડકારો આવે જ છે. રેસીંગમાં નાના-મોટા અકસ્માતો થાય જ, પણ અનુભવ સાથે એને હેન્ડલ કરતાં શીખી જવાય. અહીં આત્મવિશ્વાસ, નિર્ણયશક્તિ પર ડર પર નિયંત્રણ એ ત્રણ બાબત મહત્વની છે. છોકરી હોવાને કારણે મારે ડ્રાઈવીંગ માટે સાથી સ્પર્ધકોની કમેન્ટ સાંભળવી પડે છે. પરંતુ જ્યારે તમે કશુંક અચીવ કરો છો ત્યારે એ જ જવાબ બની જાય છે.

હવે આલીશા અબ્દુલ્લાહની વાત કરીએ તો એ નવ વર્ષની ઉંમરથી ગો કાર્ટીંગમાં જતી હતી એ ૧૧ વર્ષની ઉમરે પોતાની પહેલી રેસ જીતી હતી. ૧૩ વર્ષની ઉંમરે તો એણે એમઆરએફ્ નેશનલ કાર્ટીંગ ચેમ્પિયનશીલ અને બેસ્ટ નોવીક એવોર્ડ ઇન નેશનલ લેવલ ફેર્મ્યૂલા કાર રેસીંગ મેળવ્યો હતો. અત્યાર સુધી એ મેન-વિમેન્સની એક કાર રેસીંગ રેલી જીતી ચૂકી છે. આલીશા કાર રેસરની સાથે સુપર બાઈક રેસર પણ છે. ગયે વર્ષે એ ઇન્ટરનેશનલ મોટર સ્પોર્ટસ કોમ્પિટીશનમાં પોડિયમ ફ્ીનીશ કરનાર પ્રથમ ભારતીય સ્ત્રી બની. એણે એક તમિલ મુવીમાં ફ્ીમેલ બાઇકર ગેંગસ્ટરની ભૂમિકા પણ ભજવી છે. આલિશા કહે છે કે ઇન્જરી થવાને કારણે મારી બાઇક રેસીંગ છોડવું પડયું. કારમાં મોટા અકસ્માતમાંથી પણ બહાર આવવાની શક્યતા રહે છે. તેથી કાર રેસીંગમાં વધારે સક્રિય છું. અને હવે મેં મારી માત્ર સ્ત્રીઓ માટેની રેસીંગ એકેડેમી ખોલી છે. જ્યાં સ્ત્રીઓને રેસીંગની વર્લ્ડ ક્લાસ ટ્રેઇનીંગ આપવામાં આવશે. એટલું જ નહીં જે ટેલેન્ટેડ યુવતીઓ આ સ્પોર્ટ્સ એફેર્ડ નથી કરી શકતી એમને હેલ્પ પણ કરાશે.

મીરા અરેકા વડોદરાની ગુજરાતી છોકરી છે. એણે યુરો જે. કે. સિરીઝ કમ્પ્લીટ કરી અને આ મુકામ સુધી પહોંચનારી એ ભારતની પ્રથમ ફ્ીમેલ રેસર બની. મીરાએ પણ અન્ય રેસરની જેમ એની કરિયર ગો કાર્ટિંગથી શરૂ કરી હતી. છેલ્લા ચાર વર્ષથી એ એલ.જી.બી. ફેર્મ્યુલા-૪ કમ્પ્લીટ કરે છે. મીરાએ એ સાબિત કર્યું છે કે અ ેયુવકો જેટલી જ મજબૂત અને સાહસી છે. ગયે વર્ષે ફેર્મ્યુલા-૪ રોકી ચેમ્પિયનશીપ જીતીને મીરાએ આ ફ્લ્ડિનો પ્રતિષ્ઠિત ગણાતો એફ્.એમ.એમ.સી. આઈ એવોર્ડ પણ મેળવ્યો હતો. અત્યાર સુધી ૭૫ નેશનલ અને ઇન્ટરનેશનલ રેસ જીતી ચૂકેલી મીરા કહે છે કે મેઇલ કોમીનેટેડ આ સ્પોર્ટ્સમાં ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે. એમના ક્ષેત્રમાં કોઇ છોકરી પ્રવેશે એ એમનાથી સહન નથી થતું. મારે મેઇલ ઇગોનો મોટા પ્રમાણમાં સામનો કરવો પડયો છે. પણ હવે તેઓએ મને સ્વીકારી લીધી છે. છતાં હજુય ફ્ીમેલ રેસરને આસાનીથી સ્પોન્સરશીપ મળતી નથી. પરંતુ આવી સમસ્યા તો હટકે ફ્લ્ડિમાં રહેવાની જ છે. હવે મારું સપનું ફેર્મ્યુલા-૧ કાર રેસમાં ભાગ લેવાનું છે.

ફેર્મ્યુલા-૪ રેસીંગનાં ભારતના અન્ય જાણીતા નામ છે. નેહા દેબાસ અને રિયા દેબાસ. દિલ્હીની આ બંને બહેનો ગયે વર્ષે વોક્સવેગન વેન્ટો કપ જીતી હતી. પિતા એરફેર્સમાં હોવાથી દીકરીઓને આ એડન્વચર્સ સ્પોર્ટ્સ માટે હંમેશા પ્રોત્સાહન મળ્યું. માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં બંને બહેનોએ મોટર સ્પોર્ટ્સમાં સારુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓ કહે છે કે અમે ટ્રેક પર નાની-નાની ભૂલોમાંથી જ શીખીએ છીએ. પર્વતીય વિસ્તારમાં થોડી સાવધાની રાખવી પડે છે. અમે બાઇક રેસીંગ પણ કર્યું છે. સારા બાસ્કેટ બોલ પ્લેયર્સ અને સ્વીમર્સ છીએ તેથી ઝઝૂમવું અમારા સ્વભાવમાં છે. શિસ્ત, મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા આગળ વધી શકાય એમ અમારું માનવું છે. હજુ અમારી શરૂઆત છે, મંઝિલ ઘણી દૂર છે.

આ પાંચ મહિલાઓની વાત સાંભળ્યા પછી કહેશો કે સ્ત્રીઓ સારી ડ્રાઈવર નથી ?

[email protected]