Who searches for mobile phones? Learn about the world's first mobile
  • Home
  • Kids Corner
  • કોણે કરી મોબાઈલની શોધ? જાણો દુનિયાના પહેલા મોબાઇલ વિશે…

કોણે કરી મોબાઈલની શોધ? જાણો દુનિયાના પહેલા મોબાઇલ વિશે…

 | 7:04 am IST

ફક્ત ફોન કરવા માટે ઉપયોગમાં આવતો મોબાઈલ આજે ચાલતું ફરતું કમ્પ્યૂટર બની ગયો છે. નાનાથી લઈને મોટા સુધીના તમામ લોકોને મોબાઈલનનું વળગણ લાગી ગયું છે. મોબાઈલ એક વાયરલેસ ડિવાઈસ છે. દુનિયાનો પહેલો મોબાઈલ ૧૯૭૩માં માર્ટીન કૂપરે બનાવ્યો હતો.

આ મોબાઈલથી તેણે પહેલો ફોન ન્યૂયોર્કથી ન્યૂજર્સી કર્યો હતો. તે પછીનાં દસ વર્ષ બાદ સામાન્ય લોકો મોબાઈલનો ઉપયોગ કરવા લાગ્યા. સામાન્ય જનતા વચ્ચે આવેલા પહેલા મોબાઈલનું વજન બે કિલોગ્રામ જેટલું હતું અને તેને ચાર્જ કરતા દસ કલાક લાગતા હતા. તે સમયે એ મોબાઈલની કિંમત લગભગ ૩ લાખ રૂપિયા જેટલી હતી. આ મોબાઈલ ૦ જનરેશન તરીકે ઓળખવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન