WHO Tells Oxford is leading for Making Corona Vaccine
  • Home
  • Corona live
  • કોણ સૌથી પહેલાં બનાવશે કોરોના વેક્સિન? WHOએ જણાવ્યું આ કંપની છે રેસમાં આગળ

કોણ સૌથી પહેલાં બનાવશે કોરોના વેક્સિન? WHOએ જણાવ્યું આ કંપની છે રેસમાં આગળ

 | 9:57 pm IST

વિશ્વના ઘણા દેશો અને તેમનાં હેલ્થ અને સંશોધન સંસ્થાઓ કોરોના વાયરસની રસી શોધી રહ્યા છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, ઓક્સફોર્ડ યુનિવર્સિટી જે રસી કામ કરી રહી છે તે કોરોના વાયરસના તોડની રેસમાં સૌથી મોખરે છે. ડબ્લ્યુએચઓનાં મુખ્ય સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે, “તેઓ જે તબક્કે છે અને જેટલાં અદ્યતન છે, મને લાગે છે કે તે સૌથી આગળ નીકળી જશે.” ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા પીએલસીની રસી ChAdOx1 nCov-19 ક્લિનિકલ ટ્રાયલ્સના અંતિમ તબક્કામાં છે. આ તબક્કે પહોંચનાર દુનિયાની આ પ્રથમ રસીને હવે 10,260 લોકોને આપવામાં આવશે. બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં પણ તેનાં ટ્રાયલ થઈ રહ્યા છે.

સ્વામિનાથે કહ્યું કે, “અમે જાણીએ છીએ કે Modernaની રસી પણ ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ સુધી પહોંચવાની છે, કદાચ જુલાઈમાં, તેથી તેઓ પણ બહુ પાછળ નથી.” જો કે, તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના ટ્રાયલ ક્યાં પ્લાન કરી રહ્યા છે અને ક્યાં કરશ, તો AstraZenecનો ગ્લોબલ સ્કોપ વધારે છે. આ વેક્સિન ChAdOx1 વાયરસથી બની છે જે સામાન્ય શરદી પેદા કરનાર વાયરસનું એક કમજોર રૂપ છે. તેને જીનેટિકલી બદલવામાં આવી છે એટલે તેનાથી માણસોમાં ઇન્ફેક્શન થતું નથી.

અમેરિકાની Moderna Inc પોતાની વેક્સિન mRNA-1273ના બીજા ચરણની ટ્રાયલ શરૂ કરી દીધી છે. કંપની દવા બનાવનાર Catalent Incની સાથે 2020ના પહેલાં ત્રિમાસિક સુધી 100 મિલિયન ડોઝ બનાવવાના પ્રયાસમાં છે. Catalentની વેક્સિનની પેકેજિંગ, લેબલિંગ, સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન કરશે જ્યારે Modernaની વેક્સિન લેટ સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલમાં પહોંચી જશે.

ફ્રાંસની ફાર્માસ્યુટીકલ કંપની Sanofiએ હાલમાં જ કહ્યું છે કે, તેણે ડિસેમ્બરની જગ્યાએ પોતાની વેક્સિનનુમં ટ્રાયલ સપ્ટેમ્બરમાં કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે, તે અનેક કેન્ડિડેટ્સ પર કામ કરી રહી છે અને આ વર્ષના ચોથા ત્રિમાસિક સુધી માણસો પર ટ્રાયલ શરૂ કરી દેશે. Sanofiએ એ પણ એલાન કર્યું છે કે, તે અમેરિકાની સ્ટાર્ટઅપ Translate Bioની સાથે વેક્સિન ડેવલપમેન્ટમાં પોતાના વિસ્તાર માટે 425 મિલિયન ડોલરનું રોકાણ કરશે.

આ વીડિયો પણ જુઓઃ ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 624 કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન