Who was Shiv Parvati's third son, who became Devil - Video
  • Home
  • Featured
  • કોણ હતો શિવ પાર્વતીનો ત્રીજો પુત્ર, જે બન્યો અસુર – Video

કોણ હતો શિવ પાર્વતીનો ત્રીજો પુત્ર, જે બન્યો અસુર – Video

 | 8:23 am IST

ભગવાન સદાશિવ અને માતા પાર્વતીના પુત્ર તરીકે ભગવાન ગણેશ અને ભગવાન કાર્તીકેયના નામનો સમાવેશ થાય છે. પરંતુ શું આપ જાણો છો કે આ બન્ને સિવાય માતા પાર્વતી અને ભગવાન શિવનો એક અન્ય પુત્ર પણ હતો. જે કોઇ દેવતા કે ભગવાનના સ્વરુપમાં નહીં પરંતુ રાક્ષસ સ્વરુપમાં ઓળખાય છે..

વામન પુરાણમાં ઉલ્લેખ પ્રમાણે એક વાર ભગવાન શિવ તપસ્યામાં લીન હતા અને તે સમયે માતા પાર્વતીએ પાછળથી ભગવાન શિવની આંખોને પોતાના હાથથી બંધ કરી દીધી અને આવુ થવાથી સમગ્ર સંસારમાં અંધકાર છવાઇ ગયો. દુનિયાને બચાવવા શિવે પોતાની ત્રીજી આંખ ખોલી નાખી જેથી સંસારમાં પ્રકાશ પરત ફર્યો પરંતુ તે પ્રકાશની ગરમીથી માતા પાર્વતીને પરસેવો થયો જેના થકી એક બાળક પ્રગટ થયો.જેનું મોઢુ ખુબ જ મોટુ અને ભયંકર હતુ.. જેથી અંધકારમાં જન્મ થયો હોવાથી તેનું નામ અંધક પાડવામાં આવ્યુ..

થોડા સમય પછી એક અસુરની વરદાન પુર્તી માટે સદાશીવે પોતાના આ પુત્ર અંધકને તેને પ્રદાન કરી દીધો.અસુરોની વચ્ચે જ રહેલો હોવાથી અંધક પણ અસુર બન્યો અને પછી અસુરોનો રાજા પણ બન્યો.અસુરોના રાજા બનતાની સાથે જ તેને બ્રહ્માજી તરફથી વરદાન પ્રાપ્ત થયુ હતુ કે તે જ્યારે માત્ર પોતાની માતા તરફ કુદ્રષ્ટીથી જાવે ત્યારે જ તેનુ મૃત્યુ થાય..અંધકે વિચાર્યુ હતુ કે તેવુ કદી નહી થાય કારણે કે તેની તો કોઇ માતા છે જ નહીં..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન