Who was with Singer Kanika Kapoor in Lucknow on 15 March?, Photos
  • Home
  • Photo Gallery
  • કોરોનાથી ગ્રસ્ત કનિકા કપૂરની એ પાર્ટીમાં કોણ કોણ હતુ હાજર, જુઓ PHOTOS

કોરોનાથી ગ્રસ્ત કનિકા કપૂરની એ પાર્ટીમાં કોણ કોણ હતુ હાજર, જુઓ PHOTOS

 | 8:36 pm IST

બોલીવુડ સિંગર કનિકા કપૂરને કોરોના વાયરસનો ચેપ લાગી ચુક્યો છે. ગાયિકામાં કોરોના વાયરસના રિપોર્ટમાં પોઝિટીવ જોવા મળ્યા છે. એક નહીં પણ બબ્બે વાર કરવામાં આવેલા રિપોર્ટમાં કનિકાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કનિકા 15 માર્ચના રોજ લંડનથી લખનૌ પાછી ફરી હતી. અહીં ગેલેન્ટ એપાર્ટમેન્ટ તેણે પાર્ટી આપી હતી જેમાં 100થી વધુ લોકોએ હાજરી આપી હતી. અહીંથી કનિકા કપૂર લખનૌની તાજ હોટલમાં પણ ગઇ હતી. અહીં પણ આયોજીત પાર્ટીમાં તમામ મોટા ઓફિસર અને ઘણા નેતા સામેલ હતા. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેના પુત્ર અને ભાજપના સાંસદ દુષ્યંતસિંહ હાજર હતાં. ઉપરાંત લખનૌમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ જતિન પ્રસાદ પરિવારની એક પાર્ટી રાખી હતી. જેમાં પણ કનિકા કપૂરે ભાગ લીધો હતો. કનિકાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર એપાર્ટમેન્ટમાં હડકંપ છે.

કનિકાએ હોસ્પિટલમાં પણ ભારે ધમાલ કરી હતી. વૈશ્વિક મહામારી વચ્ચે કનિકા હોસ્પિટલમાં પણ ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધા માંગવા લાગી હતી. આ ઉપરાંત પણ કનિકાએ કરેલી નખરાબાજીથી લોકોમાં ભારે રોષ ભભુક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન