કોણ હતા વોલ્ટર ઇલીઆઝ ડિઝની..? - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

કોણ હતા વોલ્ટર ઇલીઆઝ ડિઝની..?

 | 4:09 am IST

મિવોલ્ટ ડિઝની અમેરિકાના હાલતાં-ચાલતાં ચિત્રો બનાવનાર અને ટેલીવિઝન પ્રોડયૂસર હતા. અમેરિકાના ચલચિત્ર પટ્ટીના ઉદ્યોગને આગળ લાવવામાં વોલ્ટ ડિઝનીનો મોટો ફાળો હતો. તેઓ તેમના કાર્ટૂનના કારણે જાણીતા બન્યા હતા. જેમાં મિકી માઉસ, ડોનાલ્ડ ડક અને ગુફી હતા. તેમજ પ્રખ્યાત ડિઝની થીમ પાર્કને બનાવનાર પણ તે જ હતા.

વોલ્ટ ડિઝનીનો જન્મ શિકાગોમાં થયો હતો. તેમનું મોટાભાગનું બાળપણ મર્સેલીનના, મિસોરીમાં વીત્યંુ હતું. જ્યાં તે પેઇન્ટિંગ અને ડ્રોઈંગ કરતા શીખ્યા હતા. તેઓ પરિસ્થિતિ સારી ન હોવાને કારણે બનાવેલ ડ્રોઇંગ અને પેઇન્ટિંગનેે પોતાના પાડોશીને વેંચી નાખતા હતા. ૧૯૧૧માં તેમનો પરિવાર  કેન્સાસ સિટીમાં રહેવા આવ્યો હતો,    અહિયા તેણે  રેલવેમાં નોકરી કરી હતી.જ્યારે તેમનો  પરિવાર શિકાગો પાછો ફર્યો ત્યારે તેમણે મેકિનેલી હાઇસ્કૂલમાં ડ્રોઇંગ અને ફોટોગ્રાફીના ક્લાસ સાથે જ લેતા તેઓ કાર્ટૂનિસ્ટ તરીકે ફાળો આપતા હતા. અને રાત્રે તેઓ ફાઇન આર્ટસ ધ શિકાગો એકેડમીના ક્લાસમાં અભ્યાસ માટે જતા હતા.

મિકી માઉસની યાત્રા…

ડિઝની કેન્સાસ સિટીમાં ફિલ્મો માટે જાહેરખબર બનાવતા સ્ટુડિયોમાં  જોડાઇ ગયો. ત્યાં તે હાલતાં-ચાલતાં ચિત્રોની ફિલ્મ પટ્ટી બનાવતાં શીખ્યો હતો. અહીં કામ કરતાં તેને હાલતાં-ચાલતાં કાર્ટૂન ફિલ્મ બનાવવામાં માટે રસ જાગ્યો હતો. તેણે કાર્ટૂનની ફિલ્મો બનાવવા માટેના પ્રયોગ કરવાના અને તેને વહેંચવાનું પણ શરૂ કર્યું હતંુ. ડિઝનીએ પોતાની સાથે કામ કરનાર લોકો સાથે એક કંપની શરૂ કરી હતી. જેમાં તે કાર્ટૂન બનાવીને નાના થિયેટરોમાં સ્ક્રીન પર બતાવાવા માટે આપતો. જોકે તે કાર્ટૂનને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી, પણ કંપનીને ચલાવવા માટે તે પૂરતું નહોતું અને સમય જતાં તે કંપની દેવામાં ડૂબી ગઇ હતી. ડિઝની અને તેનો ભાઇ  થોડા પૈસા ભેગા કરીને હોલિવૂડ ગયા ત્યાં તેનો મિત્ર ઇવર્કસ પણ તેમની સાથે હતો. ત્યાં તેમણે ડિઝની બ્રધર્સ સ્ટુડિયો નામે કંપની શરૂ કરી જેને આપણે વોલ્ટ ડિઝની તરીકે ઓળખીએ છીેએ.

થોડા વર્ષો પછી તેમને જાણવા મળ્યું કે તેમની ફિલ્મોની ભાગીદાર માર્ગરેટ અને તેના પતિ ચાર્લ્સ કંપનીના એનિમેશન અને ઓસવાલ્ડના રાઇટ્સ ચોરી લીધા હતા. ડિઝની અને તેમની પત્ની તેમજ ઇવર્કસે તરત જ ત્રણ નવા કાર્ટૂન બનાવ્યા હતા. ડિઝનીએ મિકી માઉસ બનાવ્યું હતું. એ પછી તેમને અવાજ સાથેની ફિલ્મ સ્ટીમબોટ વિલી બનાવી અને તે ખૂબ જ હિટ નિવડી હતી. ટૂંક જ સમયમાં તેમણે સંપૂર્ણ લંબાઇ વાળી કાર્ટૂન ફિલ્મો બનાવવાની શરૂઆત કરી. તેમજ તેમણે તેમના થીમ પાર્ક ડિઝની લેન્ડની પણ શરૂઆત કરી હતી.વોલ્ટ ડિઝની કે જે એક સમયે રિજેક્ટ થઇ ચૂક્યા હતા તેમણે હાલતાં-ચાલતાં કાર્ટૂન ફિલ્મો બનાવવામાં ખૂબ જ નામના મેળવી લીધી.

એવું તો શું છે કે જે તેમને વિશેષ બનાવે છે ?

ડિઝનીએ ક્યારેય હાર માની નહોતી તેમની પહેલી કંપની દેવામાં ડૂબી ગઇ હતી તેમજ તેમના પ્રખ્યાત એનિમેશન કાર્ટૂન ચોરાઇ ગયા હતા. તો પણ એમણે ગીવ અપ ન કરતા પોતાના પર અને પોતે પસંદ કરેલા રસ્તા પર વિશ્વાસ રાખીને આગળ જ વધ્યા હતા. જો તેમને આમ ન કયુંર્ હોત તો આપણે આજે મિકી માઉસને ના જોઇ શક્તા હોત.