Who will be given Corona Vaccine in India will be Informed through SMS
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતમાં કોને-ક્યારે અપાશે કોરોના વેક્સીનની SMS દ્વારા થશે જાણ, સર્ટિફિકેટ પણ મળશે

ભારતમાં કોને-ક્યારે અપાશે કોરોના વેક્સીનની SMS દ્વારા થશે જાણ, સર્ટિફિકેટ પણ મળશે

 | 12:41 pm IST
  • Share

કોરોના વાયરસ (Corona Virus)ની ચાર-ચાર વેક્સીન ફાઈઝર (Pfizer), મોડેર્ના (Moderna), એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) અને સ્પુતનિક-V (Sputnik V) નો અંતિમ અફેક્સી ડેટા (Efficacy Data) સામે આવી ગયા છે. એક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીન 70.4 ટકા સફળ રહી છે તો બાકીની ત્રણેય વેક્સીન (Vaccine)નો સક્સેસ રેટ 94 ટકાથી પણ વધારે છે. ઓક્સફર્ડના ડ્રોપ્સ પણ ખાસ પ્રકારની પેટર્ન પર 90 ટકા અસરકારક છે. જ્યારે રશિયાને વેક્સીન (Russian Vaccine)ને બાદ કરતા તમામ વેક્સીન હવે રેગ્યુલેટર્સ પાસે તત્કાળ મંજુરી માટે જશે.

આમ કોરોનાની વેક્સીન (Corona Vaccine) આગામી વર્ષની શરૂઆતમાં જ મળી જશે તેની શક્યતા વધારે પ્રબળ બની ગઈ છે. ભારત સરકારે (Government Of India) તો વેક્સીનેશન પ્રોગ્રામ (Vaccination Program) ની સંપૂર્ણ રૂપરેખા લગભગ તૈયાર કરી લીધી છે. સૌથી પહેલા કોરોનાની વેક્સીન કોને આપવામાં આપવી તેને લઈને પુરજોશમાં તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે.

SMS મોકલશે સરકાર, વેક્સીન લીધાનું સર્ટિફિકેટ પણ મળશે

ભારતમાં પ્રાથમિકતાના આધારે સૌથી પહેલા હેલ્થ વર્કર્સ, ફ્રંટલાઈન વર્કર્સ અને સીનિયર સિટીઝંસને વેક્સીન આપવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. આ હાઈપ્રાયોરિટી ગ્રુપમાં જે પણ લોકો શામેલ છે, તેમને SMS દ્વારા ટીકાકરણની તારીખ,સ અમય અને સ્થાન પણ જણાવશે. મેસેજમાં વેક્સીન આપનારી સંસ્થા/હેલ્થ વર્કરનું નામ પણ હશે. પહેલો ડોઝ આપવામાં આવ્યા બાદ બીજા ડોઝ માટે પણ SMS આપવામાં આવશે. જ્યારે વેક્સીનેશન પ્રક્રિયા પૂર્ણ થશે તો ડિજિટલ QR આધારીત એક સર્ટિફિકેટ પણ જનરેટ થશે તો વેક્સીન લાગવાનો પુરાવો પણ રહેશે. એક ડિજિટલ પ્લેટફોર્મે જણાવ્યું હતું કે, જેના દ્વારા કોરોના વેક્સીનનો સ્ટોક અને ડિસ્ટ્રીબ્યૂશન/વેક્સીનેશનને ટ્રેક કરવામાં આવશે. સરકાર ક્રમબદ્ધ રીતે વેક્સીકરણ મામલે આગળ વધશે.

વેક્સીનની આડઅસરનું પણ મોનિટરિંગ થશે

કોરોના વેક્સીન એક વાર લાગી ગયા બાદ સરકાર લોકોનું મોનિટરિંગ કરશે. આમ કરવા પાછળનો હેતુ વેક્સીનની સુરક્ષાને લઈને લોકોમાં વિશ્વાસ વધારવાનો છે. વેક્સીનેશનને લઈને જુદી જુદી ઉંમરના લોકોમાં જુદી જુદી ધારણા રહે છે માટે સરકાર પહેલાથી જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ દિશામાં જાગરૂકતા અભિયાન ચલાવવા કહી ચુકી છે. રાજ્યોને એડર્નાલાઈન ઈંજેક્શનનો પુરતા પ્રમાણમાં સ્ટોક જાળવી રાખવા સૂચના આપી દેવામાં આવી છે જેથી કરીને કોઈ એલર્જીને લઈને થતા રિએક્સનની સ્થિતિમાં લોકોને તે લગાવી શકાય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન