Who will be the new Chief Minister of Punjab, these 5 leaders are in the race
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોણ બનશે પંજાબના નવા મુખ્યમંત્રી? સિદ્ધુ ઉપરાંત આ 4 નેતા છે રેસમાં

કોણ બનશે પંજાબના નવા મુખ્યમંત્રી? સિદ્ધુ ઉપરાંત આ 4 નેતા છે રેસમાં

 | 6:29 pm IST
  • Share

પંજાબ કોંગ્રેસમાં ચાલતા વિવાદમાં આજે ચોંકવનારો વળાંક આવ્યો છે. સીએમ અમરિંદર સિંહે આજે રાજ્યપાલને મળીને પોતાનુ રાજીનામું આપી દીધુ છે. ઘણા સમયથી તેમની સામે ધારાસભ્યો મોરચો ખોલીને બેઠા હતા. આ ઉપરાંત પંજાબના પ્રદેશ અધ્યક્ષ બનેવા સિદ્ધુ સાથે પણ તેમના સંબંધો સારા ન હતા. જો કે હવે યક્ષ પ્રશ્ન એ છે કે, પંજાબની કમાન કોના હાથમાં સોપાશે. પંજાબના નવા સીએમ અંગે હાલમાં સિદ્ધુ ઉપરાંત અન્ય 4 નામો સૌથી આગળ ચાલી રહ્યા છે.

નવજોત સિંહ સિદ્ધુ

ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા સિદ્ધુએ પંજાબમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. જો કે સિદ્ધુ જ્યારથી કોંગ્રેસમાં આવ્યા ત્યારથી તેમની અને કેપ્ટન વચ્ચે ક્યારેય સારા સંબંધો નથી રહ્યા. તો બીજી તરફ સિદ્ધુ હંમેશા હાઈકમાન્ડ સામે પરોક્ષ રીતે પોતાની મુખ્યમંત્રી તરીકેની દાવેદારી કરતા રહ્યા. કેપ્ટનના વિરોધ છતા તે પ્રદેશ પ્રમુખ બન્યા અને પોતાની તાકાત બતાવી દીધી. જો કે હવે અમરિંદર સિંહના રાજીનામા બાદ મુખ્યમંત્રી તરીકે સિદ્ધુનું નામ સામે આવી રહ્યું છે.

સુનિલ જાખર

હાલમાં મુખ્ય મંત્રી તરીકે સિદ્ધુ બાદ કોઈનુ નામ સૌથી આગળ આવતુ હોય તો તે છે સુનિલ જાખર. તમને જણાવી દઈએ કે, સુનિલ જાખર નવજોત સિંહ સિદ્ધુ પહેલા પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેમની છબી એક હિંદુ નેતા તરીકેની પણ છે. આ ઉપરાંત કૃષિ કાયદાનો વિરોધ કરવામાં તે સૌથી આગળ હતા અને તેમણે ખેડૂતોને સમર્થન આપ્યું હતું. તેમના પિતા પણ કોંગ્રેસના મોટા નેતા રહી ચુક્યા છે.

પ્રતાપ સિંહ બાજવા

પંજાબના મુખ્યમંત્રી તરીકેની રેસમાં રાજ્યસભા સાંસદ પ્રતાપ સિંહ બાજવાનું નામ પણ સામે આવી રહ્યું છે. બાજવા પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. આ ઉપરાંત તે લાંબા સમયથી કેપ્ટનના વિરોધી પણ રહ્યા છે. બાજવા ખેડૂતોના સમર્થનમાં લાંબા સમયથી અવાજ ઉઠાવતા રહ્યા છે. હાલમાં કોંગ્રેસને એવા નેતા જ જરૂર છે જે જમીન સાથે જોડાયેલા હોય અને ખેડૂતોમાં લોકપ્રીય પણ હોય.

રાજકુમાર વેરકા

નવજોત સિંહ સિદ્ધુ સામે મોરચો ખોલનાર અમૃતસરના કોંગ્રેસી ધારાસભ્ય રાજકુમાર વેરકાને પણ મુખ્યમંત્રીના દાવેદાર માનવામાં આવે છે. નોંધનિય છે 2012 અને 2017માં વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનાર વેરકા નેશનલ કમીશન ઓફ શિડ્યૂલ કાસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. જો કે હાલમાં તેમના એક નિવેદનને કારણે પાર્ટીની નીચા જોવા જેવુ થયું હતું, તેમણે કહ્યું કે, ખેડૂત આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે.

રવનીત સિંહ બિટ્ટૂ

કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટૂનું નામ પણ પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે સામે આવ્યું છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર અને લુધિયાણાના કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટૂને કોંગ્રેસના મોટા નેતા માનવામાં આવે છે. તેઓ હંમેશા હાઈકમાન્ડના આદેશનું પાલન કરતા આવ્યા છે. તેમણે 2014 અને 2019 લોકસભાની ચૂંટણી જીતી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો