Who will be the new coach of the Indian team?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • કોણ બનશે ભારતીય ટીમના નવા કોચ ? વિરેન્દ્ર સેહવાગને આ 2 દિગ્ગજો આપશે ટક્કર

કોણ બનશે ભારતીય ટીમના નવા કોચ ? વિરેન્દ્ર સેહવાગને આ 2 દિગ્ગજો આપશે ટક્કર

 | 11:24 am IST
  • Share

  • ભારતીય ટીમના કોચ બનવા માટે ત્રણ દિગ્ગજ દાવેદારો છે
  • વિરેન્દ્ર સેહવાગ કોચ બનવાના દાવેદાર
  • સેહવાગને માઇક હેસન અને ટોમ મૂડી જેવા 2 દિગ્ગજો આપશે ટક્કર

શાસ્ત્રીનું કાર્યકાળ આ વર્ષે જ ટી-20 વર્લ્ડકપ પછી પૂર્ણ થઈ રહ્યો છે. રવિ શાસ્ત્રી ટી-20 વર્લ્ડ કપ પછી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચનું પદ છોડી દેશે. ટી-20 વર્લ્ડકપની પછી ભારતીય ક્રિકેટમાં મોટો ફેરફાર થશે. રવિ શાસ્ત્રી સિવાય બોલિંગ કોચ ભરત અરૂણ, ફીલ્ડિંગ કોચ આર.શ્રીધર અ બેટ્સમેન કોચ વિક્રમ રાઠોરના રસ્તા ભારતીય ટીમથી અલગ થઈ શકે છે. જણાવી દઈએ કે રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ આ વર્ષે નવેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે. BCCI  પણ ભારતીય ટીમ માટે એક નવો કોચિંગ સ્ટાફ ઈચ્છે છે. એવામાં રવિ શાસ્ત્રીની જગ્યાએ ભારતીય ટીમના કોચ બનવા માટે ત્રણ દિગ્ગજ દાવેદારો છે.  

નિર્ભય બેટિંગની જેમ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર પોતાની નિર્ભય શૈલી માટે જાણીતા વિરેન્દ્ર સેહવાગ પણ કોચ બનવાના દાવેદાર છે. સેહવાગે ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે પહેલા જ અરજી કરી દીધી છે. જોકે વીરેન્દ્ર સહેવાગ પાસે કોચિંગનો અનુભવ નથી તેમ છતાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી સાથે તેમના સારા સંબંધો છે. આવી સ્થિતિમાં તેમને તક મળી શકે છે. સેહવાગને માઇક હેસન અને ટોમ મૂડી જેવા 2 વિદેશી દિગ્ગજો સામે ટકરાવું પડશે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઇક હેસન વિશ્વ ક્રિકેટમાં ખૂબ જ સફળ કોચ રહ્યા છે. માઇક હેસનના કોચિંગ હેઠળ ન્યૂઝીલેન્ડની ટીમે 2015ના વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. માઇક હેસન 2012થી 2018 સુધી ન્યૂઝીલેન્ડના કોચ હતા. 

ટોમ મૂડી હાલમાં આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના સંચાલક છે. ટોમ મૂડીએ વર્ષ 2017માં ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે ઈન્ટરવ્યુ આપ્યું હતું. ટોમ મૂડીએ કોચની પસંદગી પ્રક્રિયામાં રવિ શાસ્ત્રીને કઠિન સ્પર્ધા આપી પરંતુ વિરાટ કોહલીની પસંદગીનું ધ્યાન રાખીને શાસ્ત્રીને કોચ બનાવવામાં આવ્યા. ટોમ મૂડી ટીમ ઈન્ડિયાના કોચ બનવાના મોટા દાવેદાર છે. રવિ શાસ્ત્રીના કોચ પદ હેઠળ ભારત 2015 વર્લ્ડકપ, 2016 ટી-20 વર્લ્ડકપ, 2017 ચેમ્પિયન ટ્રોફી, 2019 વર્લ્ડકપ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઈટલ ન જીત શક્યા. જેના પછી રવિ શાસ્ત્રીના રાજીનામાનું માંગ વધવા લાગી હતી. જણાવી દઈએ કે રવિ શાસ્ત્રીના હેડ કોચ રહેલાત ભારતીય ટીમ ક્યારેય પણ એકપણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી શકી નથી.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો