Whole Country Was In Shock When Astrologer Said About Aaradhhya's Future
  • Home
  • Entertainment
  • Bollywood
  • આરાધ્યાને લઇને જ્યોતિષીની આ ભવિષ્યવાણીથી દેશ રહી ગયો હતો દંગ, કહ્યું હતુ કે….

આરાધ્યાને લઇને જ્યોતિષીની આ ભવિષ્યવાણીથી દેશ રહી ગયો હતો દંગ, કહ્યું હતુ કે….

 | 3:11 pm IST

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા આજે એટલે કે 16 નવેમ્બરનાં 7 વર્ષની થઈ ગઈ છે. આ તક પર પૂરા બચ્ચન પરિવારમાં જશ્નનો માહોલ છે. આવામાં અમિતાભ બચ્ચને પણ પોતાની પૌત્રી આરાધ્યા બચ્ચનને અલગ અંદાજમાં બર્થડે વિશ કર્યું છે. બિગ બીએ કહ્યું, ‘જુગ જુગ જીવો અને ગર્વથી જીવો.’ ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનનો સંપૂર્ણ પરિવાર બોલીવુડ સાથે જોડાયેલો છે. આવામાં ફેન્સનાં મનમાં એવો પ્રશ્ન આવતો હશે કે શું આરાધ્યા પણ એક્ટ્રેસ બનશે?

બની શકે કે ફેન્સનો અંદાજો પણ બરાબર હોય, પરંતુ આરાધ્યાને લઇને એક જ્યોતિષીએ મોટી ભવિષ્યવાણી કરી હતી. આ જ્યોતિષીનાં અનુસાર, આરાધ્યા બોલીવુડમાં નહીં, પરંતુ રાજનીતિમાં જશે અને એટલું જ નહીં તે દેશની પ્રધાનમંત્રી પણ બનશે. જ્યોતિષી ડી જ્ઞાનેશ્વરે અમિતાભ બચ્ચનની પૌત્રીનાં રાજનીતિમાં આવવાની ભવિષ્યવાણી કરી હતી. ડી જ્ઞાનેશ્વર એ જ જ્યોતિષી છે જેમણે સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસનનાં રાજનીતિમાં આવવાની ભવિષ્યવાણી કરી હતી. હવે તેમણે આરાધ્યાનાં કેરિયરને લઇને પણ ભવિષ્યવાણી કરી દીધી છે.

જ્યોતિષી ડી જ્ઞાનેશ્વરનાં જણાવ્યા અનુસાર આરાધ્યા બચ્ચન પોતાનું નામ બદલીને રોહિણી રાખી દે તો તે દેશની પ્રધાનમંત્રી બની શકે છે. તેમણે કહ્યું કે અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાનું રાજનીતિક ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. જ્ઞાનેશ્વરે અન્ય ભવિષ્યવાણી કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી બીજીવાર દેશનાં પ્રધાનમંત્રી બનશે, તો અમેરિકાનાં પ્રેસિડેંટ ડૉનાલ્ડ ટ્રંપ એકવાર ફરી જીતશે. તેમણે 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તેવી પણ ભવિષ્યવાળી કરી છે.